વેસ્ટર્ન રેલ્વેનાં એસ.પી. એ જામનગર રેલ્વે સ્ટેશનનું ઇન્સ્પેકશન કરી અધિકારી સાથે ચર્ચા કરી

  • October 08, 2024 11:33 AM 

પશ્ચિમ રેલવે ના એસ પી  આજે વાર્ષિક ઇન્સપેકશન માટે જામનગર રેલ્વે સ્ટેશન આવ્યા હતા. અને પોલિસ વિભાગના અધિકારીઓ  તેમજ અન્ય સ્થાનિક આગેવાનો  સાથે સુરક્ષા બાબતે ચર્ચા વિચારણા કરી હતી. રેલ્વે પોલીસ વિભાગ નાં એસ પી બલરામ મીના આજે વાર્ષિક ઈન્સ્પેકશન માટે જામનગર આવ્યા હતા. તેમણે રેલવે ના જામનગર નાં  અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરી વિગતો જાણી હતી. અને રેલવે ના કર્મચારીઓ  તેમજ સ્થાનિક આગેવાનો  સાથે પણ ચર્ચાઓ કરી હતી . અને તેમના અભિપ્રાયો જાણ્યા હતા. આ ઉપરાંત રેલ્વે પોલીસ સ્ટેશન ની કામગીરી ની સમીક્ષા પણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application