અકસ્માતે મૃત્યુ પામનાર નિવૃત આર્મી કર્મચારીના વારસદારોને એસબીઆઈ દ્વારા રૂ. ૩૦,૦૦,૦૦૦/- વીમાની રકમની ચુકવણી

  • September 03, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિફેન્સ સેલેરી પેકેજ ખાતા ધારકો માટે આકસ્મિક વીમો રકમ રૂ. ૩૦,૦૦,૦૦૦/- (ત્રીસ લાખ રૂપિયા) આપવામાં આવે છે. કોઈપણ ડીફેન્સ કર્મી આકસ્મિક મૃત્યુ પામે તો તેમના વારસદારોને રૂ. 30,00,000/- (ત્રીસ લાખ રૂપિયા) આપવામાં આવે છે, આ ડીફેન્સ સેલેરી પેકેજ અંતર્ગત જામનગર માં રહેતા નિવૃત આર્મી કર્મચારી રમેશ ચંદ્રાનું વાહન અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રમેશ ચંદ્રાનું પેન્સન ખાતું SBI ની ખોડીયાર કોલોની શાખામાં હોય તેમને મળવાપાત્ર થતી વીમાની રકમ રૂ. 30,00,000/- (ત્રીસ લાખ રૂપિયા) તેમના વારસદાર માયા ચંદ્રાને એસબીઆઈ જામનગરના રીજીઓનલ મેનેજર ભુપેન્દ્ર રામાણી દ્વારા આપવામાં આવી હતી. તેમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જામનગરની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application