ખંભાળિયા નજીક કુવામાં પડી ગયેલી બિલાડીને પશુ સંસ્થા દ્વારા નવજીવન અપાયું

  • April 20, 2024 11:12 AM 

વડાલીયા સિંહણ નજીક નીલ ગાયને અપાઈ સારવાર



ખંભાળિયા તાલુકાના માધુપુર ગામના વાડી વિસ્તારમાં આવેલા આશરે 50 ફૂટ ઊંડા પાણીના કુવામાં એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક રહીશ દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરાતા સંસ્થાના અશોકભાઈ સોલંકી, દેશુરભાઈ ધમા, જયસુખ નાથ, વિકીભાઈ વિગેરે દ્વારા બિલાડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત શુક્રવારે રાત્રે ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામની એક સીમમાં નીલ ગાયના પગમાં ફ્રેકચર થયું હોવાથી એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરી અને વન વિભાગના દેવાભાઈ ભરવાડ, અશોકભાઈ, દેશુરભાઈ, પાર્થ રાઠોડ, જયસુખ નાથ વિગેરે દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી.


સંસ્થાની અન્ય એક સેવા પ્રવૃત્તિમાં કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે પચાસ ફૂટ ઊંડા કૂવામાં બિલાડી દસેક દિવસથી પડેલી હોય, અહીંના ખેડૂત પરિવારે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી સંસ્થાના અશોકભાઈ સોલંકી, દેશુર ધમા, જયસુખ નાથ, વિકીભાઈએ આ બિલાડીનું તાત્કાલિક સફળ રેસ્ક્યુ કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application