ભાણવડ ખાતે નગરપાલિકાના વિકાસકામોની સમીક્ષા બેઠક

  • June 18, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકાસકામો તાકીદે પૂર્ણ કરવા તેમજ નવા કામો અંગે જરૂરી આયોજન હાથ ધરવા કેબિનેટમંત્રીએ સૂચનો આપ્યા


પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અઘ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ભાણવડ ખાતે ભાણવડ નગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા, પાણીનો વ્યય થતો અટકાવવા, નલ સે જલ યોજનાની કામગીરી, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, રસ્તાઓનું પેચવર્ક, સ્વચ્છતા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિતની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.


તમામ પ્રગતિ હેઠળના કામો ત્વરિત પૂર્ણ કરવા તેમજ નવા કામો અંગે જરૂરી આયોજન કરવા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ વહીવટી તંત્રને સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં ભાણવડ નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર એ.પી.ચાવડા, ઈ.ચા.ચીફ ઓફિસર રાહુલ કરમુર, તાલુકા વિકાસ અધિકારી એન. એમ. બૈડીયાવદરા, અગ્રણી ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, અજય કારાવદરા સહિત નગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application