ભણવડ પંથકમાં ખેતરમાં પાથરેલી ફિશીંગ નેટમાં ફસાયેલા સાપોને નવજીવન આપતા રેસકયુઅર

  • October 17, 2024 11:20 AM 

ભાણવડ પંથકમાં છેલ્લા પંદર વર્ષથી સરીસૃપ બચાવ કાર્ય સાથે સંકળાયેલ રેસકયુઅરો દ્વારા ભાણવડ તાલુકાના ગામોમાં જ્યારે સાપ, અજગર, મગર જેવા સરીસૃપ જોવા મળે, ત્યારે સ્થળ પરથી વિનામૂલ્યે બચાવ કાર્ય કરી અને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવાની અબોલ જીવ બચાવની સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.


ત્યારે છેલ્લા ત્રણેક માસમાં 41 જેટલા સાપ જે ખેતર/વાડીમાં પાથરેલ ફિશીંગ નેટમાં ફસાયા હોય ત્યારે એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ અને અન્ય સભ્યો દ્વારા આ સાપોને સફળતા પૂર્વક ફિશીંગ નેટમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી અને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી નવજીવન અપાયું હતું.


વળી વાડી/ખેતરમાં આવી ફિશીંગ નેટને બદલે અન્ય વિકલ્પો અપનાવવા ખેડૂતો ને અપીલ પણ કરાઈ હતી, જેથી આવા જીવોને તેઓના જીવ ગુમાવવાનો વારો ન આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application