ખંભાળિયામાં અતિભારે વરસાદ વચ્ચે પણ નંદ સોસાયટીમાં પાણી ન ભરાતા લોકોમાં રાહત

  • September 02, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી સંખ્યામાં લોકો વોકિંગ તેમજ હવાફેર માટે આવે છે


ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં આવેલી નંદ સોસાયટીમાં વિવિધ સુવિધાઓ સાથે પાણી નિકાલની સુંદર વ્યવસ્થા તાજેતરમાં દાખલા રૂપ બની રહી છે. ખંભાળિયા તાલુકામાં તાજેતરના ચાર દિવસના સમયગાળા દરમિયાન આશરે 38 ઈંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર વ્યાપક પ્રમાણમાં પાણી ભરાયા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પાણી ઘુસી જવા તેમજ ઘરમાં પાણી ભરાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

ત્યારે અહીંના મહત્વના એવા બેઠક રોડ નજીક આવેલી નંદ સોસાયટી ખાતે ભારે વરસાદની કોઈ વિપરીત અસર જોવા મળી ન હતી. અવિરત રીતે પડેલા ભારે વરસાદના પગલે કેટલીક સોસાયટીમાં તો લોકો ઘરની બહાર પણ નીકળી શકતા ન હતા. ત્યારે નંદ સોસાયટીમાં વ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ હોવાથી અહીં કોઈપણ પ્રકારનો જલ ભરાવ થયો નહોતો. આ અંગે નંદ સોસાયટીના નિખિલભાઈ મુકુંદભાઈ બરછાએ જણાવ્યું હતું કે ખંભાળિયા શહેરમાં ડ્રેનેજ સુવિધા સુવ્યવસ્થિત રીતે નથી. જ્યારે નંદ સોસાયટીમાં દક્ષિણ-પૂર્વ ખૂણા થી ઉત્તર-પશ્ચિમ ખૂણામાં સાડા ચાર ફૂટના ઢાળ સાથે મુંબઈ પ્રકારની ડિઝાઈન કરવામાં આવી છે. ભારે વરસાદના ચાર દિવસ દરમિયાન એક પણ વખત નંદ સોસાયટીમાં પાણીનો સંગ્રહ થયો નથી અને આ ભારે વરસાદનું પાણી તરત જ બહાર વહી ગયું હતું. આસપાસના વિસ્તારના લોકો જેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, તેઓને અસ્થાયી રૂપે નંદ સોસાયટીમાં આશ્રય લેવાની મંજૂરી આપવામાં આવી હતી.


આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે નંદ સોસાયટીએ ખંભાળિયાને એક મનોરંજન કેન્દ્ર આપ્યું છે અને તેની સોસાયટી શહેરના તમામ પરિવારો માટે દર રવિવારે બગીચા અને સુંદર વાતાવરણનો લાભ લેવા માટે આમ જનતા માટે આકર્ષણ રૂપ બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application