નગરમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 4 ડીગ્રી નીચે જતા લોકોને રાહત

  • April 19, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્ધટ્રોલ મના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 35.6 ડીગ્રી, લધુતમ તાપમાન 26.5 ડીગ્રી નોંધાયુ હતું. આજે ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ 35 થી 40 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી છે.


ચૈત્ર મહીનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, જયારે જામનગર શહેર તથા જીલ્લામાં અન્ય શહેરોની સરખામણીમાં ઘણી રાહત છે છતા ગઇકાલે મોસમનું સૌથી વધુ તાપમાન 40 ડીગ્રી નોંધાયુ હતું, આજે એક જ દિવસમાં 4.4 ડીગ્રી નીચે જતા લોકોમાં અને ખાસ કરીને પશુ, પંખીઓને રાહત થવા પામી છે.


ગઇકાલે મોસમનો સૌથી વધુ 40 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું જયારે લઘુતમ તાપમાન 25.6 અને ભેજનું પ્રમાણ 66 ટકા નોંધાયુ હતું, જેના લીધે શહેર તથા જીલ્લાભરના લોકો ગરમીના કારણે અકળાઇ ઉઠયા હતા, પશુ પંખીની હાલત દયનીય બની છે, કાલાવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર સહિતના ગામોમાં બેવડી ઋતુના કારણે માંદગીનો માહોલ જોવા મળી રહયો છે જેને લીધે જામનગરની જી.જી. હોસ્પીટલ તથા ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application