ભોજન- વિશ્રામ- તબીબી જરૂરિયાતો માટેની શ્રેષ્ઠ વ્યવસ્થાથી શ્રધ્ધાળુઓ પ્રસન્ન
હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ 6 માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે ‘પદયાત્રી સેવા કેમ્પ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન- પ્રસાદ, ચા -કોફી નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા, ટોયલેટની સુવિધા તથા મોબાઇલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન થયું હતું. રાત્રે અંધારામાં પદયાત્રા ચાલુ રાખનારા ભાવિકોને સંભવિત અકસ્માત રોકવા માટે તેમના સામાન પર કે અન્યત્ર રિફ્લેક્ટર લગાવી આપવામાં આવ્યાં હતાં, જેનાથી પાછળથી આવતા વાહનચાલકો સચેત રહે.
છેલ્લા એકાદ દશક કરતાં વધુ સમયથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગામોના યુવાનો, વડીલો તથા બહેનો સતત 24 કલાક પોતાના સમયદાનની સેવા આપીને બધાની તીર્થયાત્રા સલામત રીતે પરિપૂર્ણ નીવડે તેવા પૂરતા પ્રયાસો કરે છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ દ્વારા આયોજિત આ પદયાત્રી સેવા કેમ્પનો ચાલુ વર્ષે અંદાજે સવા લાખ કરતાં ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech