દુષ્કર્મ, હનીટ્રેપના બનાવો, મૂળમાં મોબાઈલનું દૂષણ

  • April 06, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નારી શકિત માટે તેમના જીવથી પણ કિંમતી કઈં બની રહે છે તો એ શિયળ, આવા અનેક કિસ્સાઓ, ઘટનાઓ ઘટી છે કે, સ્ત્રીઓ પોતાના શિયાળનું રક્ષણ, લાજ બચાવવા જીવ દેતાં પણ ખચકાતી નથી. પરંતુ હવેના બદલાતા સમયમાં શિયળ ભૂખ્યા વરૂઓ માટે હાથવગુ હથિયાર બની ગયો છે મોબાઈલ ફોન મોબાઈલ મારફતે સોશિયલ મીડિયાથી સંપર્ક, ફોન કોલિંગથી નજદીકિયા બનાવીને જાળમાં ફસાતી સગીરાઓ, યુવતીઓ, મહિલાઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવે છે. આવું જ બની રહે છે. હની ટ્રેપના અસંખ્ય બનાવોમાં મોબાઈલ થકી જ હનીટ્રેપ ગેંગની યુવતી સંપર્ક સાધે લોભાવે અને પછી નાણા ખંખેરે, દુષ્કર્મ અને હનીટ્રેપના જુજ કિસ્સાઓ જ બહાર આવે છે બાકી ઈતના ડરે આવા ગુનેગારો ફાવતા રહે છે.


દુષ્કર્મ ગુજારાયાની, અપહરણ થયાની કે હનીટ્રેપ થયાની આવી ઘટનાઓ બહાર આવે છે એટલે સીધો સમગ્ર ગુનાનું માધ્યમ મોબાઈલ ફોન જ નીકળે છે. આવી દુષ્કર્મ, છેડછાડ, પજવણી, અપહરણ કે ઘરમાં ઘૂસી નિર્લજ હુમલાની ફરિયાદોમાં મોબાઈલ ફોનથી સંપર્કેાનો છેડો આવીને ઉભો રહે છે. હનીટ્રેપમાં તો ડાયરેકટલી મોબાઈલ ફોન જ હોય છે. હનીટ્રેપની આવી ગેંગોમાં સ્ટાર્ટઅપ તરીકે ગેંગની સભ્ય યુવતીનો રોલ રહે છે. આવી ગેંગ કાંતો લપસી જાય કે જાળમાં આવી જાય તેવા સોફટ ટાર્ગેટ શોધે, નંબર મેળવી યુવતી મેસેજ કરે, કોલ કરે કયારેક મીસ્ડકોલ થઈ ગયો તેવા બહાના બતાવે.


મીસ્ડ કોલમાં જો સામેથી મીઠો પ્રત્યુતર મળે તો યુવતી દ્રારા કલાકો કે એકાદ દિવસ બાદ હાય, ગુડ મોનિગ કે આવા મેસેજથી ગુનાઈત કાવતરૂ આગળ વધે છે. યુવતી સાથે વાતચીતના, ચેટિંગના દૌર બાદ યુવતી મળત્તાનું આમંત્રણ આપે અથવા તો યુવતી સાથે ગોઠવાઈ ગયું તેવું માનીને જાળમાં આવેલો યુવક, વેપારી કે પ્રૌઢનેે પોતે જ કોઈ સ્થળે બોલાવે કે વાહનમાં મળવા આવે. ગોઠવણ મુજબ જાળમાં આવેલો વ્યકિત બન્ને ભેગા થાય કે તુરત જ તેના ભાઈ, પતિ, પિતા કે આવા સ્ત્તરૂપ ધારણ કરીને ગેંગના અન્ય સભ્યો ધસી આવે પોલીસ ફરિયાદની ધમકીઓ આપી, મારકૂટ કરી કે ઓડિયો, વીડિયો વાયરલના નામે હજારો કે લાખો રૂપિયા પડાવી લેતા હોય છે.


બહુ દૂરની નહીં રાજકોટની જ તાજેતરની દુષ્કર્મ તથા હનીટ્રેપની ઘટનાઓનું મૂળ જોઈએ તો મોબાઈલ જ દુષણ બન્યો હતો. જસદણના કડુકાના વતની શિક્ષકે ઈન્સ્ટાગ્રામ મારફતે યુવતી સાથે સંપર્કેા કેળવી, ફોન કોલ્સમાં વાતો બાદ રાજકોટ મળવા આવી હોટલમાં લઈ જઈ અને મોકો મળે ત્યારે આવી રીતે વારંવાર રાજકોટ આવીને દુષ્કર્મ ગુજારતો રહ્યો, મોબાઈલ સંપર્ક વધે એટલે લની લાલચ આપે લાલચ કે વિશ્વાસમાં ઢળીને યુવતીઓ, સગીરાઓ, ત્યકતાઓ કયારેક શિયળ સોપી દેતી હોય કે આવા શરીર ભૂખ્યા ઈસમો વિશ્ર્વાસમાં શિયળ લૂંટી લેતાં હોય છે.


રાજકોટમાં પણ ચાર દિવસ પહેલાની દુષ્કર્મની ઘટનામાં ત્યકતા સાથે તેની જ સખીના ભાઈએ મોબાઈલ ફોનથી સંપર્ક કરી મૈત્રી કરાર કરી દુષ્કર્મ ગુજારી બાળકીની માતા બનાવીને તરછોડી દીધી આવી તો અનેક ઘટનાઓ બચી ચૂકી છે. કોઠારિયા રોડ પર એક મહિલાને પાડોશીએ મોબાઈલ થકી સંપર્ક કરી ધમકી આપીને શિયળ લૂંટયાનો બનાવ પણ તાજેતરનો જ છે.

જસદણ પંથકમાં મોબાઈલથી સંપર્કમાં આવેલા પ્રેમી યુગલે મર્ડરમિસ્ટ્રી કરી હતી
જસદણ પંથકના એક ગામમાં પરિણીતા અને રાણાવાવ પંથકનો ટ્રકચાલક માત્ર એક મીસ્ડ કોલથી મોબાઈલમાં સંપર્કમાં આવ્યા હતા અને બન્નેએ મર્ડર મિસ્ટ્રી આચરી હતી. મહિલાએ ટ્રકચાલક પ્રેમી સાથે ભાગી જવા માટે પાડોશી વૃધ્ધાને પોતાના કપડા સાથે સળગાવી દીધા હતા. મહિલાએ પોતે આપઘાત કરી લીધો હોય તેવી સ્ટોરી ઉભી કરી હતી. અંતે ગુમ વૃધ્ધાની શોધમાં એ સમયે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ખુબ મહેનત કરી પીઆઈ કે.એચ.ગોહિલ સહિતે ગુમ વૃધ્ધાની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી પ્રેમાંધ પ્રેમી યુગલની ધરપકડ કરી હતી. આવા અન્ય ઘણા બનાવો પણ બની ચૂકયા છે કે પરિણીતા તથા પ્રેમીએ મળી પતિની હત્યા કરી છે આવી હત્યા સુધીની ઘટનાઓ ઘટતી રહે છે

હનીટ્રેપમાં પરિણીતા, પ્રૌઢને બિલાડીના ટોપ જેવી ગેંગો વધુ શિકાર બનાવે છે
સમયાંતરે પહેલા શહેર, ગામડે કે જિલ્લ ામાં હનીટ્રેપ ગેંગ દ્રારા ગુનો આચરાયાનું ખુલતું રહે છે. આવી ગેંગો પકડાતી પણ રહે છે અને બિલાડીના ટોપની જેમ નવી નવી ફટતી (ઉભી) રહે છે. આ ગેંગો સોફટ ટાર્ગેટ મહત્તમપણે તો પરિણીત પુરુષો, પ્રૌઢ વેપારીઓ, ધંધાર્થીઓને જ બનાવે છે. કારણ કે જાળમાં ફસાયેલા આવા વ્યકિતઓ જો વીડિયો વાયરલ થશે. ફરિયાદ થશે કે આવું કંઈક બહાર આવશે તો ઘર ભાંગશે, ધજાગરો થશે કે સમાજમાં વેપાર, ધંધામાં ઈત ખરડાશે. આવા ડરના કારણે હનીટ્રેપ ગેંગ સમક્ષ સરન્ડર થઈ જતાં હોય છે અને માગ્યા મુજબ લાખો રૂપિયામાં કરગરી કે કોઈને મધ્યસ્થી બનાવીને સમાધાન સાથે મોટી રકમ ચૂકવી ચૂપચાપ નીકળી જાય છે. આવા કારણોસર સીધી માત્ર યુવતીના કોલ અને ચેટના એક બે દિવસના ખેલમાં હજારો કે પાચ, પચ્ચીસ લાખ કે જેવો મૂરગો એવી મોટી રકમો મળી જતી હોય આવી અવનવી હનીફ્રેપ ગેંગો પણ નવી નવી ઉભી થતી રહે છે. કયારેક તો પોલીસ પણ આર્યમાં પડી જતી હશે કે આવી કેટલીક ગેંગો હશે


રાજકોટની હનીટ્રેપના તાજેતરના બે બનાવોમાં રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા કિરાણાના વેપારી તેમજ જસદણ તરફ રહેતા માર્કેટ યાર્ડના વેપારીને હનીટ્રેપ ગેંગ જાળમાં ફસાવીને નાણા ખંખેર્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાઈ અને ગેંગ અથડાઈ પણ ગઈ, આવા દુષ્કર્મ, હનીટ્રેપના અસંખ્ય બનાવોમાં આંગણીના વેઢે ગણી શકાય એવી કદાચ ફરિયાદો નોંધાતી હશે. કારણ કે, કયાંકને કયાંક ઈત જવાનો ડર અથવા તો આરોપીઓ માથાભારે હોવાનો કે ધમકી આપી હોવાથી ફરિયાદો નોંધાવવા આગળ નહીં આવતા હોય એવું બની શકતું હશે. પોલીસ તત્રં દ્રારા તો આવી અરજી કે ફરિયાદ આવે એટલે આવા તત્વો સામે કાર્યવાહી થતી રહે છે. પણ સરવાળે ફરિયાદીને ડર રહે છે ઈજ્જત જવાનો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application