જામનગરની મોટી હવેલી દ્વારા હોળી ડોલોત્સવ અંતર્ગત શયન દર્શનમાં રાળ અને ઘેરૈયા યોજાયા

  • February 28, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવાન શ્રીકૃષ્ણને જ સર્વસ્વ માનનારા સંપ્રદાયમાં હોળી ધૂળેટીનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે દર વર્ષે હોળી પૂર્વે હવેલીઓમાં ફાગણ માસમાં રંગોત્સવ પણ યોજાતો હોય છે. જામનગરમાં પણ વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.



જામનગરની હવેલી દ્વારા હોળી ડોલોત્સવ અંતર્ગત શયન દર્શનમાં રાળ અને ઘેરૈયા યોજાયા હતા. તા. ૨૭ ફેબ્રુઆરી
થી ૨ માર્ચ દરરોજ રાત્રે ૭.૩૦ પછી આ મનોરથ ઉત્સવ ઉજવાશે.


રાળ ઉત્સવ દરમિયાન પરંપરા મુજબ અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે. આ આગને રાળ કહેવામાં આવે છે. જેને ગોપીઓના હૃદયમાં ઉઠતી વિરહની રાળની પ્રતિકૃતિ માનવામાં આવે છે. હવેલીમાં હોળી ખેલમાં ભક્તોના વિરહના ભાવથી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે.



જ્યાં તિલક બાવા દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુસભવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application