ગુજરાત રાજયના મુખ્ય સચિવ રાજ કુમાર આજે સાંજે વયનિવૃત્ત થઈ રહ્યા છે. તેમના અનુગામી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સાંજે જ કાર્યભાર સંભાળી લેશે. તે પૂર્વે ગત કેબિનેટની બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારને મંત્રીમંડળ દ્રારા ખાસ વિદાયમાં આપવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારના સચિવો તરફથી નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ રાજ કુમારને વિદાયમાન આપવા માટે એક વિશેષ સમારોહનું આયોજન પણ કરવામા આવ્યું છે.
૧૯૮૯ બેચના આઈએએસ પંકજ જોષી મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના સચિવનો હવાલો પણ ધરાવે છે. હવે તેઓ મુખ્ય સચિવ બનતા તેમની પાસે રહેલો પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગ અન્ય અધિકારીને કામચલાઉ હવાલા તરીકે સોંપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એક સચિવ કક્ષાના અધિકારીની જગ્યા ખાલી પડશે. આ જગ્યા પર વર્તમાન મુખ્ય ટેકસ કમિશનર રાજીવ ટોપનોની નિયુકિત થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે આગામી ૨૦ ફેબ્રુઆરીએ રાય સરકાર પોતાનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવાની હોવાથી તેટલા સમય માટે આ નિયુકિત કરાશે નહીં તેવું સચિવાલયના સૂત્રો જણાવે છે.
આ ઉપરાંત રાયમાં જાહેર થયેલી સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં યોજાનારીચૂંટણીઓને કારણેજિલ્લ ા કક્ષાએ કલેકટરો અને ડીડીઓની બદલીઓના હત્પકમો અટકયા છે. સરકાર બજેટની જાહેરાત કરે તે પછી આ બદલીઓના હત્પકમો માર્ચ મહિના સુધીમાં થઈ શકે છે. અહીં નોંધવું જરી છે કે આજે સાંજે મુખ્ય સચિવ રાજકુમાર ની વિદાયમાન આપવામાં આવશે ત્યાર પછી તુરત જ પંકજ જોશી મુખ્ય સચિવ નો ચાર્જ સંભાળી લેશે.
સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ રાજકુમાર ને દેશના વિજિલન્સ કમિશનર અથવા તો દેશના ચૂંટણી કમિશનર પદે મૂકવામાં આવે તેવી શકયતા જોવાઈ રહી છે કારણ કે તેઓ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે અને તેમની કાર્યપદ્ધતિ ખૂબ પ્રભાવકારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓખા મરીન પોલીસ દ્વારા પ્રતિબંધિત ટાપુઓ પર પેટ્રોલીંગ
January 31, 2025 02:08 PMજામનગરમાં યુવતિ અને તેની માતાને માર માર્યાની બે સામે ફરીયાદ
January 31, 2025 01:58 PMભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ તથા દંડ
January 31, 2025 01:52 PMદ્વારકા પંથકની કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે આરોપીઓના જામીન રદ
January 31, 2025 01:43 PMલુપ્તપ્રાય બનેલા ૪૧ સ્પિકસ મકાવ્ઝની વહારે આવ્યું રીલાયન્સનું વનતારા
January 31, 2025 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech