કલ્યાણપુર તાલુકાના ગામડાઓમાં રેલમછેલ

  • July 10, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાટીયા, રાવલ, સૂયર્વિદર, ટંકારીયા, કેનેડી સહિતના ગામોમાં વરસાદ: ભાટીયા, ભોગાત રોડ તથા સૂયર્વિદર, રાવલ રોડ કલાકો બંધ રહ્યા: ખેતરોમાં પાણી


ગઇકાલે સવારથી જ વરસાદી વાતાવરણ અને અસહ્ય ઉકળાટ વચ્ચે બપોર બાદ મેઘરાજાએ કલ્યાણપુર તાલુકામાં મન મૂકીને તોફાની બેટીંગ કરતા એકથી દોઢ કલાકમાં જ અઢીથી 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી જતાં ખેતરો પાણીથી ભરાઇ ગયા હતા અને રોડ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી જ પાણી દેખાતું હતું.


ભારે વરસાદને લીધે ભાટીયા, ભોગાત રોડ પર ભારે પાણી રોડ પર આવી જતાં આ માર્ગ કલાકો સુધી બંધ રહ્યો હતો, આજ રીતે સૂયર્વિદરમાં પણ ભારે વરસાદને લીધે સૂયર્વિદર, રાવલ રોડ પણ થોડા સમય માટે બંધ રહ્યો હતો.


રાવલમાં પણ મુશળધાર વરસાદ વરસી જતાં બસ સ્ટેન્ડ વિસ્તાર, સરકારી હોસ્પિટલ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, ભાટીયામાં પણ અનરાધાર વરસાદ ખાબકતા ગામનું વર્ષો જુનું કેશરીયા તળાવમાં નવા નીરની અનહદ આવક થઇ છે, વરસાદના કારણે અનેક ગામોમાં વિજ પૂરવઠો કલાકો સુધી ઠપ્પ થઇ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


બારાડી પંથકના ટંકારીયા ગામમાં પણ વિજળીના ભારે કડાકા ભડાકા સાથે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ભાટીયા, રાવલ, કેનેડી, બાંકોડી, ભોગાત, લાંબા, નંદાણા, રાણ, મેવાસા, વિરપર, ગોકલપર સહિતના ગામોમાં ર થી 3 ઇંચ વરસાદ પડી જતાં ખેતરો પાણી પાણી ભરાયા, જ્યારે નંદી નાળામાં આવક થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application