જામનગરમાં દેશી દારુ અંગે દરોડા: ૯ મહિલા સામે રાવ

  • January 29, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાવરી વાસ વિસ્તારમાં ઝૂપડામાથી દારુ, આથો અને ભઠ્ઠીના સાધનો જપ્ત

જામનગરમાં વુલનમિલ બાવરીવાસ સહિતના આસપાસના વિસ્તારમાં ઝુપડામાં દારૂનો ધંધો કરતી મહિલાઓ પર પોલીસ તંત્ર એ તવાઇ બોલાવી હતી, અને સામુહિક દરોડો પાડી નવ મહિલા સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યા છે. પોલીસે દેશી દારુ, સાધનો અને આથો કબ્જે લીધો હતો.
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ને ઝેર કરવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી, અને સામુહિક દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં બાવરીવાસ નજીક ગણપતનગરમાં રહેતી રામ પ્યારી જુગનુ સોલંકી નામની મહિલાના ઝુપડા પર દરોડો પાડી સાત લીટર દેશી દારૂ અને ૫૫ લીટર દેશી દારૂનો આથો કબજે કર્યો છે. આ ઉપરાંત ગણપત નગર બાવરીવાસમાં રહેતી ગંગાબેન લક્ષ્મણભાઈ પરમાર નામની મહિલાના ઝુંપડામાંથી ૧૧ લીટર દેશી દારૂ અને દારૂનો ૧૦૦ લીટર આથો કબ્જે કર્યો છે.
આ ઉપરાંત જોગાણીનગરમાંથી આરતીબેન ધરમપાલ વઢીયાર નામની મહીલા ના ઝુપડા માંથી પાંચ લીટર દેશી દારૂ અને ૪૦ લીટર દારૂનો આથો કબ્જે કર્યો છે. જયારે જોગાણી નગર વિસ્તારમાં રહેતી બૈજવંતી વિજયભાઈ ડાભી નામની મહિલાના ઝૂંપડામાંથી ૩ લિટર દેશી દારૂ અને ૮૦ લીટર દારૂનો આથો કબજે કર્યો છે. જયારે તે જ વિસ્તારમાં રહેતી લાજવંતી રમેશચંદ્ર મુખર્જીના ઝુંપડામાં દરોડો પાડી ૪ લીટર દેશી અને દારૂનો આથો ૧૦૦ લીટર અને સાધનો કબ્જે કર્યો છે. જે તમામ દારૂના જથ્થાનો નાશ કરાયો છે, સરસ્વતી જગદીશ પરમારને ત્યાથી ૬ લીટર દારુ ૫૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો કબ્જે કર્યા હતા.
તેમજ જોગણીનગરમા માયાબેન ભરત પરમારને ત્યાથી ૬ લીટર દારુ ૫૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા તેમજ રામપ્યારી કિશોર વઢીયારને ત્યાથી ૪ લીટર દારુ ૮૦ લીટર આથો અને ગીતાબેન સામસીંઘ બાવરીને ત્યાથી ૫ લીટર દેશી દારુ ૬૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. જ્યારે સાતેય મહિલાઓ સામે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગોનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application