જામનગરમાં રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ૩૩ મો સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

  • September 23, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. ૨૯ સપ્ટેમ્બરનાં રોજ વીરપુર ખાતે યોજાનાર વિશાળ રઘુવંશી સંમેલનમાં ઉમટી પડવા જ્ઞાતિજનોને જીતુભાઇ લાલની હાકલઃ જ્ઞાતિજનોની વિશાળ હાજરીમાં સમારોહ સંપન્ન


જામનગરની લોહાણા જ્ઞાતિની ૩૭ વર્ષ જૂની સંસ્થા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા સતત ૩૩ મો સરસ્વતિ સન્માન સમારોહ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલનાં અધક્ષસ્થાને અહીંના ધન્વન્તરિ હોલમાં તા. ૧૫ સપ્ટેમ્બર નાં રોજ યોજવામાં આવ્યો હતો.


લોહાણા જ્ઞાતિના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સંસ્થા દ્વારા સમાજના ૫૫૦ જેટલા એલ. કે. જી. થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓનું દરેકને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરાયું હતું.


આ કાર્યક્રમની શરૂઆત સનાતન ધર્મની પ્રણાલી મુજબ સરસ્વતિ વંદના અને ગણેશ સ્તુતિ પ્રિશા જીવરાજાનીલ, ધ્રુવી ગોકાણી અને માર્ગી મશરૂ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. ત્યાર બાદ સંસ્થાનાં પ્રમુખ યોગેશ વિઠલાણી અને સંસ્થાના અન્ય સભ્યો દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ બન્યા પછી પહેલી વખત જ્ઞાતિ નાં કાર્યક્રમમાં ઉપસ્થિત જીતુભાઇ લાલ નું અને જ્ઞાતિના ઉપસ્થિત અન્ય આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતુ.


અધ્યક્ષ પદેથી ઉદબોધન કરતાં જીતુભાઇ લાલે પુરસ્કૃત તમામ વિદ્યાર્થીઓ ને અભિનંદન આપ્યા હતા અને સંસ્થા દ્વારા સતત ૩૭ માં વર્ષે યોજાયેલ ૩૩ માં સરસ્વતિ સન્માન સમારોહ નાં આયોજન અંગે સંસ્થાના પૂર્વ પ્રમુખો અને વર્તમાન પ્રમુખ યોગેશ વિઠલાણી અને સંસ્થાના તમામ સભ્યો ને અભિનંદન આપેલ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનો અને મહાનુભાવોને આગામી તા.૨૯ સપ્ટેમ્બર, રવિવાર ના રોજ વીરપુર ખાતે યોજાયેલ વિરાટ રઘુવંશી સંમેલન માં ઉમટી પડવા અપીલ કરી હતી.


ઉપસ્થિત મહાનુભાવોમાં જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઇ મોદી, મંત્રી રાજુભાઈ કોટેચા, એડવોકેટ હેમલભાઈ ચોટાઇ, ઉદ્યોગપતિ હર્ષદભાઇ જોબનપુત્રા, રાહુલભાઇ મોદી, નરેન્દ્રભાઇ રાયઠઠ્ઠા, કૈલાશભાઈ બદીયાણી, રાગેશ ભાઇ લાખાણી, અગ્રણી વેપારી હરેશભાઈ સોમૈયા, રમેશભાઈ નથવાણી, કેતનભાઈ બદિયાણી, પરીનભાઈ તથા મનહરભાઈ ગોકાણી, અગ્રણી બિલ્ડર ધીરુભાઈ કારીયા, કમલેશભાઈ સોનછાત્રા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધારાબેન દતાણી, આર્યસમાજના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, જય જલિયાંણ મહિલા ઉતકર્ષ મંડળ સંસ્થાના પ્રમુખ રક્ષાબેન દાવડા, કર્મચારી સંગઠનનાં પ્રમુખ જયેશભાઇ મહેતા, જલારામ જયંતિ મહોત્સવ સમિતિ ના અનિલ ગોકાણી, રાજેન્દ્ર હિંડોચા, અન્ય સંસ્થાઓ નાં પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.


આ સરસ્વતિ સન્માન સમારોહ માટેના શિલ્ડ તેમજ પુરસ્કાર કુંજલતાબેન ચોટાઇ, હસ્તે હેમલભાઇ ચોટાઇ, સ્વ. કંકુબેન સોમૈયા હસ્તે હરેશભાઈ સોમૈયા, ભરતભાઈ જમનાદાસ મોદી હસ્તે: રાહુલભાઇ મોદી, ડો. દીપકભાઇ ભગદે, અશોકભાઈ પાઉં, હરિદાસ ગોપાલજી મોદી હસ્તે: ભરતભાઇ કોટેચા, મનહરલાલ ભાઇ ગોકાણી દ્વારા અપાયા હતા. આ ઉપરાંત ધોરણ-૧૨ નાં બંને માધ્યમોનાં એકથી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર મનીષ રમેશભાઈ રૂપારેલ દ્વારા અપાયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન નિલેશ જીવરાજાની, ઉપપ્રમુખ અતુલ રાયઠઠ્ઠા, મંત્રી ખ્યાતિબેન ચોલેરા, ઓડિટર જયેશ ગોકાણી, સહમંત્રી રમેશ ખાખરીયા તેમજ આશિત કોટક, જીજ્ઞેશ સિમરીયા, ચિંતન ચંદારાણા, હાર્દિક લુકકા, મધુભાઇ કારીયા, રીતેશ દાવડા, હિતેષ ધોકાઇ, નયનેશ સામાણી, વિશ્વાસ ઠક્કર, હસમુખ મજીઠીયા, દિપ્તીબેન રાયઠઠ્ઠા, અમીબેન જીવરાજાની, જ્હાનવીબેન મશરૂ, ડીમ્પલબેન સિમરિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નલીન રાજાણી અને વિધી લુકકાએ કર્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application