રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બનનાર રઘુવંશી સમાજ ઉત્સાહભેર મતદાન કરે: પરિમલ નથવાણી

  • May 01, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હાલાર પંથકની લોહાણા સમાજની સંસ્થાઓના હોેદારો-ચૂંટાયેલા પદાઘિકારીઓ અને જ્ઞાતિ અગ્રણીઓના સ્નેહ મિલનમાં વિશાળ હાજરી: ભગવાન શ્રીરામના વંશજ તરીકે રઘુવંશી સમાજ આ વખતે સો ટકા મતદાન બપોર પહેલાં જ પુરૂં કરીને લોકશાહી પર્વમાં યોગદાન આપી શક્તિનું દર્શન કરાવે: જીતુભાઈ લાલ


હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના રઘુવંશી સમાજની સંસ્થાઓના હોેદારો અને જ્ઞાતિ અગ્રણીઓના જામનગરમાં મળેલા વિશાળ સ્નેહ મિલનમાં ઉમટી પડેલા લોહાણા જ્ઞાતિજનોને ઉદ્બોઘન કરતાં સમારંભના અધ્યક્ષ્ા રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ આગામી તા.7 ના રોજ લોક્સભા ચૂંટણીના લોકશાહી પર્વના દિવસે વધુમાં વધુ મતદાન કરી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા આહવાન ર્ક્યું હતું.


જામનગર શહેરમાં ઓશવાળ સેન્ટરના બેન્ક્વેટ હોલમાં હાલાર રઘુવંશી મિત્ર મંડળના નેજા હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની લોહાણા જ્ઞાતિની સંસ્થાઓના હોેદારો - ચૂંટાયેલા પ્રતિનિઘિઓ અને લોહાણા અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું હતું.


આ સમારોહમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ લાગણીભીના શબ્દોમાં જન્મ સ્થળ ખંભાળીયા અને કર્મભૂમિ જામનગર સાથેના વર્ષ્ાો જુના સંબઘોની સ્મૃતિ વાગોળતાં કહયું હતું કે, લોહાણા સમાજના દિકરા તરીકે આજે હું જે કંઈ છું તેનો મને આનંદ અને ગૌરવ છે.


આ તકે પરિમલ નથવાણીએ વઘુમાં કહયું હતું કે, ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે અને દરેક મતદાતાએ પોતાના મતાઘિકારોનો અચૂક ઉપયોગ કરી આ પર્વની ઉજવણીમાં સહભાગી બની રાષ્ટ્રહિતમાં યોગદાન આપવું જરૂરી છે. દેશના વડાપ્રઘાન અને તે પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી વહન કરનારા નરેન્ભાઈ મોદીએ પહેલા ગુજરાતને અને હવે સમગ્ર દેશને વિશ્ર્વભરમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે ત્યારે આપણે સૌએ તેઓના રાષ્ટ્ર વિકાસના મહાયજ્ઞમાં આહુતી આપીને દેશહિત માટે ફરજ બજાવવાની છે. હાલાર પંથકમાં તા.7 ના રોજ લોક્સભા ચૂંટણીના મતદાનના દિવસે દરેક રઘુવંશી આ ફરજ બજાવે તેવો અનુરોઘ તેઓએ ર્ક્યો હતો.


લોહાણા જ્ઞાતિના આ સ્નેહ મિલન સમારંભમાં વિશેષ્ા ઉપસ્થિત રહેલા લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે પ્રાસંગીક પ્રવનચનમાં કહયું હતું કે, આપણાં રઘુવંશી ભગવાન શ્રીરામના વંશજ છીએ. અયોધ્ય્ાામાં રામજન્મ સ્થળ પર આપણા ઈષ્ટદેવ શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ અભૂતપૂર્વ ઘટના દરેક રઘુવંશી માટે વઘુ ગૌરવરૂપ છે. આ ઐતિહાસીક કાર્ય આપણા વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ થયું છે અને માત્ર અયોધ્યા જ નહીં પરંતુ કાશી-મથુરા-સોમનાથ-દ્વારિકા જેવા વિવિઘ વિશ્ર્વ પ્રસિધ્ઘ યાત્રાધામોનો વિકાસ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્રની સરકાર કરી રહી છે તેવા સમયે આપણે સૌ સનાતની ઘર્મીઓની ફરજ બને છે કે આપણે પણ રાષ્ટ્ર હિતમાં અને વિકાસમાં મતદાન કરીને આપણું યોગદાન અર્પણ કરીએ.


હાલારના રઘુવંશી સમાજને વિશેષ્ા અપીલ કરતાં જીતુભાઈ લાલે કહયું હતું કે, લોક્સભા ચૂંટણીના મતદાનના દિવસે આગામી તા.7 ના રોજ સવારથી બપોર સુઘીમાં તમામ રઘુવંશી પરિવારોનું  મતદાન કરીને આપણે આપણી શક્તિનો પરિચય આપીશું તો તે ચોકક્સ નોંઘપાત્ર બની રહેશે.


આ સમારોહમાં સ્વાગત પ્રવચન બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) એ કરતાં કહયું હતું કે, પરિમલભાઈ નથવાણી માત્ર રઘુવંશી સમાજનું ગૌરવ નહીં પણ હાલારના હીરલા તરીકે આજે પ્રસ્થાપીત થયા છે ત્યારે તેમની ઉપસ્થિતીમાં આ સંમેલનમાં આપણે સૌ લોકશાહી પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનો વિશ્ર્વાસ આપીએ છીએ.


આ કાર્યક્રમમાં અધ્યક્ષ્ાસ્થાને ઉપસ્થિત પરિમલ નથવાણી તેમજ વિશેષ્ા ઉપસ્થિત રહેલા જીતુભાઈ લાલનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની લોહાણા જ્ઞાતિની વિવિઘ સંસ્થાઓના આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી બહુમાન ર્ક્યું હતું.


આ કાર્યક્રમમાં અધ્યક્ષ્ાસ્થાને પરિમલભાઈ નથવાણી અને અતિથિ વિશેષ્ા જીતુભાઈ લાલ સાથે મંચ પર બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), જામનગર લોહાણા મહાજનના વડીલ સમિતિના સભ્ય ધારાશાસ્ત્રી નટુભાઈ બદિયાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, તુલસીભાઈ ભાયાણી, મૌલીકભાઈ નથવાણી, મહામંત્રી રમેશભાઈ દતાણી, ખજાનચી નિર્મલભાઈ સામાણી, મંત્રી ભાવીનભાઈ અનડકટ, સંગઠ્ઠન મંત્રી ગિરીશભાઈ ગણાત્રા, ઓડીટર બાબુભાઈ બદિયાણી, ગોવા શીપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, નેશનલ શીપીંગ બોર્ડના સભ્ય રાહુલભાઈ મોદી, ખંભાળીયા નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન વકિલ મનોજભાઈ અનડકટ, જામનગર મહાનગરપાલીકાના કોર્પોરેટરો પન્નાબેન કટારીયા, કુસુમબેન ચોટાઈ (પંડયા) ઉપરાંત હાલાર પંથકના લોહાણા મહાજનો, યુવક મંડળો, કર્મચારી મંડળો, સોશ્યલ ગ્રુપો, મહિલા મંડળો તથા મીડીયા ક્ષ્ોત્રમાં રહેલા જ્ઞાતિના પ્રતિનીઘીઓ અને વિવિઘ સંસ્થાઓના હોેદ્ેદારો-આગેવાનો વિગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમમાં આભારદર્શન રમેશભાઈ દત્તાણીએ અને સંચાલન ગિરીશભાઈ ગણાત્રા, વિરલ રાચ્છ અને હિતુલ કારીયાએ ર્ક્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application