રાજ્યના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ-દવા અપાશે: મુખ્યમંત્રી

  • June 08, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ – રિજિયોનલ સ્તરે ૩૯ ટીમો ઝુંબેશમાં જોડાઈ: એકત્ર કરાયેલા બિયારણના ૫૨૪ - ખાતરના ૧૦૫ - દવાના ૮૨ એમ ૭૧૧ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા: ૪૮૩ જેટલી નોટિસ ઈશ્યુ કરવામાં આવી: બિયારણ-ખાતર અને દવાનો અંદાજે રૂ. ૬.૧૫ કરોડની કિંમતનો જથ્થો અટકાવવામાં આવ્યો


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા સ્પષ્ટ દિશા-નિર્દેશો અનુસાર રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી.


આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ માટે સઘન ચકાસણી હાથ ધરી હતી.


રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના ૫૯ ઉત્પાદકો તેમજ બિયારણના ૮૪૮, ખાતરના ૫૪૭ અને દવાના ૭૫૦ વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લેવામાં આવી હતી.


આ મુલાકાત દરમિયાન બિયારણના ૫૨૪, ખાતરના ૧૦૫ અને દવાના ૮૨ એમ કુલ ૭૧૧ નમૂના લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા.


આ જે ૭૧૧ નમૂના એકત્ર કરવામાં આવેલા તેમાં કપાસના ૩૨૪ નમૂના લેવાયા હતા. તેમાંથી ૧૧૬ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા હતા.


એટલું જ નહીં, સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના ૨૪ નમૂના પૈકીના ૧૯ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાયા હતા.


અત્યાર સુધીમાં ૧૧૦ આવા નમૂનાઓના થયેલા પૃથ્થકરણમાં ૧૦૧ પ્રમાણિત અને ૯ બિન પ્રમાણિત જણાયા છે. ૬૩૪ નમૂનાઓનું પૃથ્થકરણ પ્રગતિમાં છે.


આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન અંદાજે ૬.૧૫ કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો ૧,૩૯,૯૭૦ કિલોગ્રામ, ખાતરનો ૧૭૫ મેટ્રિક ટન અને દવાઓનો ૧૩૨૦ કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે.


એટલું જ નહીં, આ રાજ્યવ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન રાજ્ય સ્તરીય ૧૯ ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા ૪૮૩ જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application