બરડા ડુંગરમાં મળી આવેલ માનવ કંકાલમાં ડીએનએ ટેસ્ટ માટે તજવીજ

  • January 25, 2025 11:04 AM 

અગાઉ ગુમ થયેલા વ્યકિતઓની ચકાસણી : પ્રાથમિક તારણમાં ગુમથનારના પરિજનોને બોલાવી ઓળખ મેળવવાની કાર્યવાહી : એફએસએલ, મેડીકલ ટીમ દ્વારા સધન તપાસ


દ્વારકા જીલ્લાના ભાણવડ નજીક બરડા ડુંગરમાં કિલેશ્ર્વર નેશ વિસ્તારમાં બે માનવ કંકાલ મળી આવતા ચકચાર ફેલાઇ હતી, દરમ્યાન ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો સ્થળ પર દોડી જઇ કંકાલનો કબ્જો સંભાળી પેનલ પીએમ અને એફએસએલ રીપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી, ઉપરાંત થોડા સમય પહેલા ગુમ થયેલાઓની યાદી ચકાસવામાં આવી રહી છે અને સબંધીતોના પરિજનોનેે બોલાવીને આ મામલે પોલીસ દ્વારા ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે, સજોડે આયખુ ટુંકાવ્યાનું પ્રાથમિક તારણ પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવ્યું છે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લઇને લેબમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ભાણવડ પંથકના બરડા ડુંગરના કિલેશ્ર્વરનેશ વિસ્તારમાં આંબલીના ઝાડમાં સુતરની દોરી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં બે માનવ હાડપીંજર (કંકાલ) ટીંગાતા હોવાની જાણ થતા સ્થાનીક પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો, પોલીસે ગીચ જંગલના વિસ્તારમાં ઝાડ પર લટકતા બંને હાડપિંજરને નીચે ઉતારી પોષ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી અર્થે હોસ્પીટલમાં ખસેડયા છે.


ઉપરોકત બંને અજાણી વ્યકિતએ કેટલાક સમય પુર્વે જંગલ વિસ્તારમાં જઇ ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યકત થઇ રહયું છે, મદહઅંશે માનવ કંકાલમાં ફેરવાયેલા આ હાડપિંજર મામલે એફએસએલ તપાસ સાથ લેબ પૃથ્થકરણ સહિતની કાર્યવાહી માટે પણ તજવીજ હાથ ધરાઇ છે, જે સાથે ડીએનએ ટેસ્ટ સહિત આધુનિક ટેસ્ટ સહિતની કવાયત સબંધે પંથકની ગુમનોંધ મામલા સહિત વિવિધ દિશામાં તપાસ શ કરાઇ છે.


બીજી બાજુ માનવ હાડપિંજર સંદર્ભે આજુબાજુના કે અન્ય પંથકના કોઇ બે વ્યકિત ગુમ થઇ છે કે કેમ ? સહિત તમામ બાબતોને આવરી જુદી જુદી દિશામાં પોલીસ તપાસ શ કરાઇ છે. જોકે, લાંબા સમય બાદ માનવ કંકાલો મળી આવ્યાના બનાવે દેવભુમી દ્વારકા પંથકમાં ભારે ચકચાર જગાવી છે, જાણવા મળ્યા મુજબ ભાણવડ પંથકના જુદા જુદા વિસ્તારમાંથી લગભગ છ માસ પુર્વે સમયાંતરે એક યુવતિ અને યુવક ગુમ થયાની જુદી જુદી નોંધ પણ પોલીસ મથકે કરાવાઇ હતી જેના વર્ણનના આધારે પોલીસે સંબંધિતોના પરીજનોને બોલાવી તપાસ હાથ ધરી હતી, પોલીસે હાલના તબકકે તમામ પાસાઓને આવરી લઇ ધનિષ્ઠ તપાસ શ કરી છે આ બનાવની તપાસ ઇન્ચાર્જ પીઆઇ કે.કે. મા ચલાવી રહયા છે.


માનવ કંકાલ મળી આવ્યા હતા જેમાં એક દોરીના છેડે અંબોડા જેવા વાળ અને માદડીયુ-તાવીજ જેવુ મળી આવ્યું છે, અન્ય ફાંસામાં અમુક ચામડીના ભાગ સાથે સોનાની કડી પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. બંને કંકાલના નમુના એફએસએલમાં મોકલવા તેમજ ડીએનએ સેમ્પલ લેવા સહિતની ધનિષ્ઠ તપાસ ચલાવવામાં આવી રહી છે.


દરમ્યાનમાં સ્થળ પરથી મળી આવેલ વાળ, તાવીજ, સોનાની કડી, મોબાઇલ અંગે પોલીસે સધન તપાસ કરતા એવી જાણકારી મળી હતી કે, આશરે છ માસ પુર્વે કિલેશ્ર્વરનેશ વિસ્તારમાં મંજુબેન ભીખાભાઇ ચાવડા નામની યુવતિ ગુમ થયેલ અને જે વિગત ગુમનોંધમાં હતી તેમજ સ્થળ પર મળેલા અવશેશ મેચ કરવા અને ગુમથનારના પરિવારને ઓળખ માટે બોલાવવામાં આવેલ છે તેમજ સ્થળ પરથી એક મોબાઇલ મળેલ જે સ્વીચઓફ હોય આથી તેની બેટરી ચાર્જ કરતા મોબાઇલમાં એક ફોટો જોવા મળ્યો હતો જેના આધારે તપાસ કરતા કરશનભાઇ ભીમાભાઇ ફગાસ અંગેની વિગતો મળી હતી, આથી આ અંગે ઓળખ મેળવવા તેમજ માનવ કંકાલ અંગે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે સેમ્પલ લઇને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application