જામનગર તા.૧૬ એપ્રિલ, આગામી તા.૨૦/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-૨૪૦/૨૦૨૪-૨૫ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની લેખીત પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષાઓ દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
ચોરીના દુષણથી પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસીક પરિતાપ થવાની સંભાવના છે. આથી -ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ--૧૬૩ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ જામનગર જિલ્લામાં લેવાનાર પરીક્ષા માટે નિયત ૧૧ પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પરીક્ષા સુચારૂ રીતે લેવાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તા.૨૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકથી બપોરે ૩:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.
તથા પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઈલેકટ્રોનિક વોચ કે અન્ય અનધિકૃત સાહિત્ય વિગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહાથકડી લગાવી, જમીન પર પટક્યો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ગુનેગારો જેવો વ્યવહાર
June 10, 2025 12:53 PMજો જો ફલાય ઓવરની નીચે આ બધા કામ ચલાઉ દબાણ કયાંક કાયમી ન બની જાય
June 10, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech