દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૨૨ માર્ચના રોજ યોજાનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૫ પરીક્ષા સંદર્ભે પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

  • March 21, 2025 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૫ની પરીક્ષા તા.૨૨-૦૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.


આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેજસ્વી વિધાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમોનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિધાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.૨૨-૦૩-૨૦૨૫ના રોજ સવારના ૧૧-૦૦ થી બપોરના૧-૩૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થી મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેકટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરી શકશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

પરિશિષ્ટ મુજબ જાહેર કરાયેલ કોમના એન્ટ્રેન્સ ટેસ્ટ ૨૦૨૫ પરીક્ષા કેન્દ્રોની યાદી

ભાણવડ તાલુકામાં ભાણવડની વી.એમ.ઘેલાણી સરકારી હાઈસ્કૂલ,ભગીરથ વિદ્યાલય, એમ.વી.ઘેલાણી સરકારી હાઈસ્કૂલ, માતૃ એસ.આર.કરમૂર હાઈસ્કૂલ, પરિશ્રમ વિદ્યાલય, પાર્થ માધ્યમિક શાળા, દ્વારકા તાલુકામાં દ્વારકાની એન.ડી.એચ હાઈસ્કૂલ, મોડલ સ્કૂલ, પી.વી.એમ.ગર્લ્સ હાઈસ્કૂલ, સરસ્વતી હાઈસ્કૂલ, આરંભડા, મીઠાપુર હાઈસ્કૂલ,મીઠાપુર, વિદ્યાજ્યોતિ ગર્લ્સ સ્કૂલ, આરંભડા, ટાટા કેમિકલ્સ ડી.એ.વી.પબ્લિક સ્કૂલ, મીઠાપુર તથા અમૃતબા હાઈસ્કૂલ, દ્વારકા, જામ કલ્યાણપુર તાલુકામાં એમ.જે.સૂચક હાઈસ્કૂલ, જામ- રાવલ, એચ.જી.એલ. હાઈસ્કૂલ રાવલ યુનિટ - ૧, એચ.જી.એલ. હાઈસ્કૂલ રાવલ યુનિટ - ૨, જી.એમ.ડી.સી. હાઈસ્કૂલ નંદાણા યુનિટ - ૧, જી.એમ.ડી.સી. હાઈસ્કૂલ નંદાણા યુનિટ - ૨, સમસ્ત સતવારા સમાજ કન્યા વિદ્યાલય, કેનેડી, આર.એસ.કંડોરીયા કન્યા વિદ્યાલય, ભાટિયા, સાંદિપની હાઇસ્કૂલ, ભાટિયા, કે.કે.દાવડા હાઇસ્કૂલ, કલ્યાણપુર, મોડેલ સ્કૂલ, કલ્યાણપુર, કર્મયોગી વિદ્યાલય,કલ્યાણપુર તેમજ ખંભાળિયામાં આર.એન.વારોતરીયા કન્યા વિદ્યાલય, ડી.પી.ઝાખરીયા સ્કૂલ, હરિપર, ખંભાળિયા, આદર્શ વિદ્યાલય, કે.આર.ગોકાણી ગર્લ્સ સ્કૂલ (એસ.એન.ડી.ટી.કમ્પાઉન્ડ), એસ.એન.ડી.ટી હાઇસ્કૂલ, શારદા હાઇસ્કૂલ, શેઠ ડી.એસ.ગર્લ્સ હાઇસ્કૂલ, સેન્ટ કર્વે સ્કૂલ, ડ્રીમલાઇન સ્કૂલ, શિવમ ગર્લ્સ હાઇસ્કૂલ, અગત્સ્ય ગર્લ્સ સ્કૂલ તથા પંચમ ડ્રીમ સ્કૂલ ખાતે પરીક્ષા યોજાશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application