ગુંદાથી જામનગર થઇ સુરત જતી ખાનગી બસે 8 વાહનોને ઉડાવ્યા : એકનું મોત

  • October 18, 2024 12:45 PM 

કામરેજ ચાર રસ્તા પાસે માતેલા સાંઢની જેમ બસ દોડી આવી : 4 વ્યકિતને ઇજા : ડ્રાઇવરને પોલીસમાં સોપાયો


ભાણવડના ગુંદાથી જામનગર થઇ સુરત તરફ જતી ખાનગી બસના ચાલકે બેફામ ગતીએ ચલાવીને કામરેજ ચાર રસ્તા પાસે 8 જેટલા વાહનોને રીતસરના ફુટબોલ બનાવતા ભારે દેકારો બોલી ગયો હતો, આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા, આ અકસ્માતમા એક વ્‌યકિતનું મૃત્યુ થયુ છે અને ચારને ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે.


સુરતના કામરેજ ચાર રસ્તા પાસે માતેલા સાંઢની જેમ દોડી આવેલી ખાનગી બસ અહીં રહેલા સાતથી આઠ જેટલા નાના મોટા વાહનોને હડફેટે લીધા હતા, ગંભીર અકસ્માત થતા ભાગદોડ મચી હતી, આ અકસ્માતમાં એક વ્યકિતનું મૃત્યુ નિપજયુ હતું અને અન્ય ચારથી પાંચ વ્યકિતને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનીકોના કહેવા મુજબ બસનો ડ્રાઇવર પીધેલો હતો અને અકસ્માત સર્જીને નાશી છુટે એ પહેલા લોકોએ તેને પકડીને પોલીસને સોપ્યો હતો.


કનૈયા ટ્રાવેલ્સની બસના ચાલકે બેફામ ગતીએ વાહન હંકારીને અકસ્માત સર્જયો હતો આ બસ ગુંદાથી જામનગર થઇને સુરત જતી હતી ત્યારે કામરેજ ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application