ઓખા અને બેટ-દ્વારકા જોડતા રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ અહીંના સાગર ખેડૂઓએ સુદર્શન બ્રિજની બન્ને બાજુ બેનર તેમજ બોટના માધ્યમથી ‘મોદી કી ગેરંટી’ પ્રતિકૃતિ બનાવીને અનેરુ આકર્ષણ ઉભુ કર્યું હતું.
બેટ-દ્વારકાની ઓળખ સમો સુદર્શન સેતુ અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. તેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર વ્યૂઈંગ ગેલેરીની વડાપ્રધાનએ મુલાકાત લીધી હતી. તેમજ સમુદ્રમાં અનેક સુશોભિત બોટ અને બેનરના માધ્યમથી "મોદી કી ગેરંટી"ની અદભુત પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. તેમજ સેતુની બીજી તરફ પર સુશોભિત બોટ કરવામાં આવી હતી.
વ્યુંઇંગ ગેલેરીની મુલાકાત લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુદર્શન બ્રિજનો અદ્દભૂત નજારો નીહાળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, સાંસદ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક, મુખ્ય સચિવ રાજકુમાર, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવ અનુરાગ જૈન,નેશનલ હાઇવેના સ્પેશ્યલ સેક્રેટરી પી.આર.પાટેલિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર આલોક પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરતનપર ગામે કુવા ઉપર સુગરીઓની આવાસ યોજના
November 18, 2024 02:13 PMપોરબંદરમાં પોલીસતંત્ર દ્વારા વિશ્ર્વ સંભારણા દિવસ ઉજવાયો
November 18, 2024 02:12 PMદ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર કારચાલકે ઠોકર મારતા રાણાવાવના રીક્ષા ચાલકનું નીપજ્યું મોત
November 18, 2024 02:11 PMવનાણાની નદીમાં વિશાળ સંખ્યામાં કમળો ખીલ્યા
November 18, 2024 02:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech