ઓખા ખાતે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કરી દ્વારકા ખાતે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારકા ખાતે હેલીપેડથી મોટર માર્ગે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જવા નીકળેલા વડાપ્રધાનનું માર્ગમાં ઠેરઠેર નાગરિકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
ઓખા મંડળ વિસ્તારની આગવી ઓળખ જોવા મળે એ રીતે પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે આવેલા ગ્રામીણો ઉપરાંત નગરજનો કાફલાના માર્ગમાં ગોઠવાઇ ગયા હતા. કેટલીક મહિલાઓએ તો રીતરસનો રાસગરબા શરૂ કરી દીધા હતા. કૃષ્ણભક્તિના સુગમ સંગીત, ઢોલ અને શરણાઇઓ સાથે ગોઠવાયેલા આ જનસમુહ વડાપ્રધાનને નીહાળવા માટે આતૂર હતા.
મોટર માર્ગ ઉપર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલા સ્ટેજ પરથી કલાકારોએ રંગરંગ તેમજ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ અભિવાદન ઝીલતી વેળાએ જનસમુહએ હર્ષનાદ કરી વડાપ્રધાનનું દ્વારકા નગરીમાં સ્વાગત કર્યું હતું. મોટર માર્ગ જય દ્વારકાધીશના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.
દ્વારકા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ સી. આર. પાટીલ, રમેશભાઇ ધડુક, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી વિકાસ સહાય, કલેક્ટર જી. ટી. પંડ્યા સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનને આવકાર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરમાં ભાગવત સપ્તાહ અનુસંધાને બેઠક યોજાઇ
November 18, 2024 01:55 PMપોરબંદર નગરપાલિકાએ વધુ બે મિલ્કતોને માર્યુ સીલ
November 18, 2024 01:54 PMપોરબંદરમાં ચાર દિવસમાં વાહન ચાલકો પાસેથી વસૂલાયો ૧,૨૮,૦૦૦ નો દંડ
November 18, 2024 01:53 PMમાત્ર પોરબંદરના નહીં, પુરા ગુજરાતના દરિયામાં નખાશે ઉદ્યોગોનો કદડો
November 18, 2024 01:52 PMકમુરતા પહેલા ગુજરાત સરકારના મંત્રી મંડળનું થશે વિસ્તરણ
November 18, 2024 01:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech