જામનગર જિલ્લાના મોટી ખાવડીના સહદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા તથા કાનાછીકારી ગામના હરદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા એ જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષા એ શાપર ગામની ગૌચરની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણો, માટીનું મોટાપાયે ખોદકામ, પાકા બાંધકામો અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આવેદનપત્રમાં જણવ્યા પ્રમાણે ગૌચરની જમીન સર્વે નં. ર૦ર, ૧૯૯ ની જમીન આવેલ છે. ત્યાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે. આ જમીનમાંથી મોટાપાયે ગેરકાયદે માટી કાઢી તેનું વેંચાણ કરવામાં આવે છે અને રોયલ્ટીની ચોરી કરે છે. કોઈપણ જાતના આધાર-પૂરાવા કે મંજુરી વગર આવા કૃત્યો ચાલી રહ્યા છે.
આ ઉપરાંત પાકા બાંધકામો કરી દેવામાં આવતા ખેતીની જમીન તરફ જવાના વરસો જુના ગાડા માર્ગો બંધ થઈ ગયા છે. અમુક ભૂમાફિયાઓએ તો ગેરકાયદે હોટલો બનાવી લીધી છે. વીજતંત્રમાંથી વીજ જોડાણો મેળવી લીધા છે. બાંધકામો કરી મકાનોનું વેંચાણ કરવાની તજવીજ પણ આ ભૂમાફિયાઓ કરી રહ્યા છે. આ તમામ બાબતો અંગે તાકીદે કડક પગલાં લેવા, દબાણો દૂર કરવા અને જવાબદારો સામે લેન્ડ કોબીંગ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech