સેન્ટર સંચાલકને કારણ વગર છૂટા કરાયા: મહિલા અને બાળ અધિકારીની મનમાની
જામનગરમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર કાર્ય કરીએ છીએ આ સખી વન સ્ટોપ કેન્દ્રનું સંચાલન મહિલા અને બાળ અધિકારી ના માર્ગદર્શન મુજબ કેન્દ્રનું સંચાલન થાય છે અને આ સખી વન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવવાતો તમામ સ્ટાફને આઉટ સોર્સિંગ મારફતે નિમણુક કરવામાં આવેલ છે.
સખી વન સ્ટોપ સેન્ટરની શરૂઆત વર્ષ ૨૦૧૯ માં થયેલ હતી ત્યારથી મહિલા સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા આ સેન્ટરમાં સંચાલક તરીકે ફરજ બજાવતા હતા. તેમને તા.૧૫/૬/૨૦૨૪ના કોઈ પ્રકારની પૂર્વનોટીસ કે જાણ કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યા છે. જેની સેન્ટર શરુ થયા થી આજ સુધી માં કોઈ પણ જાતની ફરિયાદ નથી પરંતુ હાલ આવેલ મહિલા અને બાળ અધિકારી પૂર્વગ્રહ રાખી છુટા કરી દીધેલ છે.
સખી વન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ પાસે સેન્ટરની કામગીરી સિવાયની મહિલા અને બાળ અધિકારી ની કચેરી માંથી થતી કામગીરી કરવા જવાબદારી સખી વન સ્ટોપ સેન્ટર મા ફરજ બજાવતા કર્મચારીઓ ની નહી હોવા છતાં મહિલા અને બાળ અધિકારી ની કચેરી મારફતે અધિકારી ની સુચના મુજબ વ્હાલી દિકરી યોજનામાં લાભાર્થીઓનો વ્યક્તિગત સંપર્ક કરવા અને તેના ઘરે રૂબરૂ જવા માટે તથા તેને લગતી કામગીરી કરવા માટે સખી વન સ્ટોપ સેન્ટરના તમામ કર્મચારીઓને ફરજ પાડવામાં આવે છે. અને આ કામગીરી માટે કોઈ અલગ થી મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પોતાના વ્યક્તિગત અંગત મોબાઈલ ફોન મારફતે લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવતો હોવાથી બધા લાભાર્થીઓ પૈકી અવારનવાર કોઈ પણ સમયે ફોન કરવામાં આવતો હોય જેના કારણે સેન્ટર ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓના અંગત પારિવારિક જીવનમાં પણ વિક્ષેપ ઉત્પન્ન થાય છે કારણકે આ કર્મચારીઓ દ્વારા પોતાની જવાબદારી ન હોવા છતાં એને કોઈ અલગ થી ઓફિસ નો કોઈ નંબર કે મોબાઈલ ફાળવવામાં આવેલ ન હોવા છતાં અધિકારીઓના દબાણ હેઠળ આવી કામગીરી કરવા માટે મજબૂર બની જાય છે. અને મહિલા અને બાળ અધિકારી સરકારી રજાના દિવસોમાં પણ આ કામ કરવા માટેનું દબાણ કરવામાં આવે છે .અને તેના દ્વારા કહેવામાં આવેલ શનિવાર ના દિવસે કામગીરી ના કરી હોઈ તો તેની ગેરહાજરી પુરાવી. અને અમારી નોકરી સમય કલાકો પછી પણ કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે. મહિલા અને બાળ અધિકારી ના આવા દબાણથી હાલ એક કર્મચારીએ રાજીનામું આપેલ દીધેલ છે.
મહિલા અને બાળ અધિકારી દ્વારા ગેરકેન પ્રકારે સંસ્થા ખાતે ફરજ બજાવતી મહિલા સાથે ગેરસંસદીય ભાષાનો ઉપયોગ કરી કર્મચારીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ અને વ્યવહાર કરવામાં આવે છે. અને સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ પર ચરિત્રને આક્ષેપો કરવામાં આવે છે તેમજ કર્મચારીઓના ગ્રુપમાં કોઈ પણ ભાષાનો ઉપયોગ કરી કર્મચારીઓનું અપમાન કરવામાં આવે છે.
મહિલા અને બાળ અધિકારી પોતાની કયેરી ખાતે નિયત સમય દરમિયાન પોતાની ફરજ પર ઉપસ્થિત ન રહે અને પોતાના અંગત કામોમાં વ્યસ્ત રહેતા હોય તેમજ સરકારી મશીનરીનો દુરુપયોગ કરતા હોય તેમજ નિયત કામગીરી સમયમાં કરતા ન હોય અને સ્થળ પર અરજદારોને પક્ષકારોને મળવા માટે હાજર રહેતા નથી તેમજ અધિકારી કચેરીના તાબાના તમામ કર્મચારીઓ દ્વારા કામ સબબ જ્યારે પણ ફોન કરવામાં આવતો હોય ત્યારે પણ સમયસર ફોન ઉપાડતા નથી તેમજ ત્યારબાદ પણ ફરી પાછો જે- તે કર્મચારીઓને કયા કામ બાબતે ફોન કરેલો હતો તે અંગે ક્યારેય પણ ફરી પરત ફોન કરતા નથી.
આ સેન્ટર ખાતે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની સેવા ૨૪ × ૭ ની હોવાથી મહિનામાં માત્ર એક દિવસની રજા ફાળવવામાં આવતી હોય નિયમ મુજબ કોઈ રજા આપવામાં આવતી નથી તેઓને ઓવર ટાઈમ તરીકે કોઈ મહેનતાણું ચુકવવામાં આવતું નથી અને જો કોઈ કર્મચારી રજા માટે રજૂઆત કરે તો તેઓ સાથે ધમકી ભર્યા સ્વરમાં એવું જણાવવામાં આવે છે કે અમારા દ્વારા સોંપવામાં આવેલ કામ કરશો નહીં તો ઘરભેગા કરી દેવામાં આવશે.
સરકાર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓને ફિલ્ડમાં જવા માટે તેમજ અરજદારના ઉપયોગ માટે વાહનવ્યવહાર માટે ગાડી ફાળવણી કરવાની અમો ના ઠરાવ માં હોવા છતાં અમોને ગાડી મળેલ નથી અને અમારા અરજદારો ને અમારા સ્વ ખર્ચે તેમના સારવાર અથવા કોર્ટના કામ માટે લઈ જઈએ છીએ. અને મહિલા બાળ અધિકારી ને આ બાબતે જાણ કરવામાં આવેલ તો તેમના દ્વારા જણાવેલ કે આ બાબતનું વાઉચર મૂકી દેજો. આ રજૂઆત ને ગ્રાહ્ય રાખી સઘન તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech