૪૪ વિજ જોડાણમાંથી રૂપિયા ૨૬.૩૫ લાખની વીજ ચોરી પકડી લેવાઇ
જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ૨૨ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન ૪૪ વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને ૨૬.૩૫ લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે ફરીથી જામનગર શહેરના રામેશ્વર નગર, માટેલ ચોક, બેડેશ્વર, ધરાનગર વિસ્તાર, અંબાજી નો ચોક, રામવાડી વિસ્તાર, બચુ નગર સહિતના વિસ્તારમાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
૨૨ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૫ એસઆરપી ના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ ૨૭૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૪૪ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૨૬.૩૫ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. ત્રણ દિવસ દરમિયાન આ૪૭.૦૯ લાખની વિજ ચોરી પકડી લેવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટરશ્રીના અઘ્યક્ષસ્થાને યોજાઈ
November 19, 2024 04:05 PMજામનગરની મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી મહોદયના આત્મજનો શુભ વિવાહ પ્રસ્તાવ
November 19, 2024 04:03 PMરાજકોટ મહિલા પોલીસ ટીમ ડીજીપી કપ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન
November 19, 2024 04:01 PMઅટલ સરોવર પાસેના રોડ પર કેક કાપી બર્થ ડેની ઉજવણી
November 19, 2024 04:00 PMસોની વેપારીના આપઘાત પ્રકરણમાં બંનેપક્ષ વચ્ચે મારામારી: ૫ ઘવાયા
November 19, 2024 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech