પૂનમબેનને લોકસભાની ટીકીટ મળતા ખંભાળીયા પંથકમાં આવકાર

  • March 04, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપની ટીમ દ્વારા પાંચ લાખની લીડ આપવાની અપાઇ ખાતરી

ગુજરાત રાજ્ય સાથે સમગ્ર ભારતના જુદા જુદા જિલ્લાઓના ૧૨૫ ઉમેદવારોને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેની નામોની શનિવારે થયેલી વિધિવત જાહેરાતમાં ખંભાળીયાના તત્કાલીન ધારાસભ્ય અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમને સતત ત્રીજી વખત લોકસભાની ટીકીટ જાહેર થતા આ બાબતને ખંભાળીયા સહિત જિલ્લાના રાજકીય આગેવાનો તથા કાર્યકરોએ આવકારી અને ખુશી વ્યક્ત કરી હતી.
વર્ષ ૨૦૧ર માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તોતિંગ લીડ મેળવીને ધારાસભ્ય બનેલા યુવા મહિલા અગ્રણી કાર્યકર પુનમબેન માડમે વર્ષ ૨૦૧૪ માં પણ નોંધપાત્ર લીડ સાથે સાંસદ તરીકેનું હાલાર પંથકનું સુક્કન સંભાળ્યું હતું. આ પછી વર્ષ ૨૦૧૯ માં પણ તેમણે પોતાનું જીતનો સિલસિલો જારી રાખીને હાલારની જનતાનો અવાજ બની સૌના દિલમાં ખાસ સ્થાન મેળવી લીધું હતું. ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સ્મૃતિ ઇરાની સહિતના દિગ્ગજ નેતાઓની શનિવારે આગામી લોકસભાની ચૂંટણીમાં જાહેર થયેલી ૧૯પ ઉમેદવારોની નામાવલીમાં ગુજરાતના પણ ૧પ ઉમેદવારો પૈકી જામનગરના લોકસભાના ઉમેદવાર તરીકે પુનમબેન માડમને સતત ત્રીજી વખત વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યા છે. જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે પુનમબેન માડમના નામની જાહેરાત થતા સમગ્ર પંથકમાં આગેવાનો, કાર્યકરો સાથે આમ જનતામાં પણ આવકાર સાથે ઉમંગની લાગણી જોવા મળી હતી.
ખંભાળીયાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા પ્રમુખ મયુરભાઇ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઇ નકુમ, છેલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા પંચાયતના પી.એસ. જાડેજા ખંભાળીયા શહેર પ્રમુખ અનિલભાઇ તથા તાલુકા ભાજપ પ્રમુખ સી.એસ. ચાવડા, જિલ્લા મંત્રી રાજુભાઇ સરસિયા અને નિમિષાબેન નકુમ, ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી તથા યોગેશભાઇ મોટાણી, શહેર મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના આગેવાનો તથા કાર્યકરોએ આવકારી અને આ ચૂંટણીમાં અહીંથી પુનમબેનને પાંચ લાખની લીડ આપવાની ખાતરી આપી આવકાર સાથે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
***
લોકસભાના ઉમેદવાર પૂનમબેનને જામજોધપુરના આગેવાનો દ્વારા અપાઇ શુભેચ્છા
રાષ્ટ્રિય નેતૃત્વ દ્વારા પૂનમબેન માડમને જામનગર લોકસભા સંસદીય ક્ષેત્રના પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા બાદ અટલ ભવન ખાતે શુભેચ્છા મુલાકતે આવ્યા હતાં, ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લાના સૌ સંગઠનના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો તથા શુભેચ્છકોને અટલભવન ખાતે શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહેલ ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, મહામંત્રી અભિષેકભાઇ પટવા તથા જામજોધપુર તાલુકા યુવા આહિર અગ્રણી તેમજ જામજોધપુર તાલુકાના ભાજપ આગેવાન હરેશભાઇ બારીયાએ પણ જામનગર અટલ ભવન ખાતે ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application