સિહોર શહેરમાં ભાડુઆત નોંધણી માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી

  • May 20, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર પોલીસ આવતા દિવસોમાં ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂરોના વેરીફિકેશન અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરનાર છે. 
આ ઝુંબેશ દરમિયાન જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર લોકો સામે ગુના નોંધવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર જાહેરનામા બહાર પાડવામાં આવે છે. આ જાહેરનામા અનુસાર, મકાન કે દુકાન ભાડે આપનાર વ્યક્તિઓએ ભાડુઆતની વિગતો અને પરપ્રાંતીય મજૂરોનું વેરીફિકેશન નજીકના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત નોંધાવવાનું હોય છે. જિલ્લાના એસપી હર્ષદ પટેલ અને પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાએ આ વિશેષ કાર્યવાહીના આદેશ આપ્યા છે. 
તેમનો ઉદ્દેશ દેશવિરોધી, ત્રાસવાદી કે અસામાજિક તત્વોને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અટકાવવાનો છે. જેના ભાગરૂપે સિહોરના પીઆઈ જાડેજા દ્વારા પોલીસ મથકની અલગ-અલગ ટીમો બનાવવામાં આવશે. આ ટીમો વિશેષ ચેકિંગ ઝુંબેશ ચલાવી ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂરોનું વેરીફિકેશન કરાવ્યા વગર મકાન કે દુકાન આપનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે. આ કાર્યવાહીને લઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા લોકો સામે ગુન્હો પણ દાખલ થશે તેમ સિહોર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News