સ્ટંટ કરનારા સાત શખ્સો સામે અલગ અલગ ગુનાઓ નોંઘ્યા: વાહનો ડીટેઇન
બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ પર વાહનોમાં સ્ટંટ કરતા હોવાનું ઘ્યાને આવતા પોલીસ દ્વારા આ દિશામાં તપાસ લંબાવી હતી અને સ્ટંટ કરનારા બાઇક ચાલકો વિરુઘ્ધ કાર્યવાહી બેટ દ્વારકા અને ઓખા મરીન પોલીસ દ્વારા કરવામાં આવી છે.
દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે આવેલ સુદર્શન બ્રીજ પર સ્ટંટ કરતા ચાલકો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરી સુચના આપવામાં આવેલ, જે આધારે નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા બેટ દ્વારકા પોલીસ સ્ટેશન અને ઓખા પોલીસ સ્ટેશનને આ પુરઝડપે ચલાવતા બાઇક સવારો ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અંગે જરી માર્ગદર્શન આપેલ અને સંયુકત કાર્યવાહી કરવા જણાવતા.
તા. 2-4-24ના રોજ સુદર્શન સેતુ બ્રીજ પરથી બેટ દ્વારકા તરફ આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરતા બેટ દ્વારકા પોલીસ સ્ટેશના ઇન્ચાર્જ પીઆઇ વી.આર. શુકલ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા ઓખા બાજુથીી આવતા અને સુદર્શન બ્રીજ પર સ્ટંટ કરી અને બેટ દ્વારકામાં પ્રવેશતા વાહન ચાલકોમાથી મળેલ માહિતીવાળા વાહનો હાફીજ હમીદ પાંજરી રહે. બેટ દ્વારકા વાહન નં. જીજે37કે-0342, અરફાન હાજી મુસા પાંજરી રહે. પારવાળાનું બાઇક નં. જીજે37કે-2335, નિજામુદીન અલાના પાંજરી રહે. બેટ દ્વારકા બાઇક નં. જીજે37એલ-2671, દિદાર આલીશા ફકીરમામદ ખલીફા રહે. બેટ દ્વારકાવાળાનું બાઇક નં. જીજે37એલ-7169, શકીલ જાફર માંડુ રહે બેટ દ્વારકાવાળાનું બાઇક નં. જીજે37કે-5987 તમામ મોટરસાયકલને એમવી એકટની જુદી જુદી કલમ હેઠળ ડીટેઇન કરેલ છે.
દરમ્યાન કાર્યવાહી ચાલુ રાખતા તા. 3ના રોજ ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા ફરીથી આ બાબતે સુદર્શન બ્રીજ પર તપાસ કરતા બેટ દ્વારકાના અવેશ મંજુરભાઇ નારીયા બાઇક નં. જીજે37એલ-3365ને 4 હજારનો દંડ કરેલ છે. તથા બેટ દ્વારકાના અજમલ મુસ્તાક ફકીરને મોટરસાયકલ નં. જીજે37ઇ-3674 સામે આઇપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર મનપામાં જન્મ મરણ શાખામાં છેલ્લા 6 મહિનાથી એક આઇડી પર કામ....લોકોને પડી રહી છે ભારે હાલાકી
November 19, 2024 01:07 PMજામજોધપુર યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
November 19, 2024 12:27 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી
November 19, 2024 12:25 PMબેહિસાબ કમાણી સાથે કાઈલી જેનર બની ટોપ સેલિબ્રિટી
November 19, 2024 12:05 PMલાઈવ કોન્સર્ટમાં આયુષ્માન પર ડોલરવર્ષા
November 19, 2024 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech