ગાંધીનગર એસીબીએ પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અંકીતા ઓઝાને 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. એસીબીએ પાલનપુરની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું.
શું કામ લાંચની માગણી કરી
આ કામે હકિકત એવી છે કે, ફરિયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવેલ. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ.૧,૫૦,૦૦૦ લેખે બે મકાનના રૂ.૩,૦૦,૦૦૦ લાંચની માંગણી અંકીતા ઓઝાના કહેવાથી
પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીએ કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરતાં આજરોજ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમિયાન ઇમરાનખાને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી તે નાણાં અંકીતા ઓઝાને તેમના ચેમ્બરમાં આપી, બંનેએ એકબીજાને મદદગારી કરી હતી. સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણુક કરી ગુનો કરી પકડાય ગયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં મહાકાલને ભસ્મ આરતી ઉતારાઇ, વીડિયો જોઇ કરો આજના દર્શન
February 26, 2025 12:12 PMઆજનું રાશિફળ: મહાશિવરાત્રી પર આ રાશિના લોકોને મળશે સારા સમાચાર, જોખમ લેવાનું ટાળો, સતર્ક રહેવું
February 26, 2025 12:09 PMકોઈ નહી ને રાહુલ ગાંધી પર મોહી પડી હતી કરીના કપૂર
February 26, 2025 11:59 AMપરિણીતી જેનિફર વિંગેટ સાથે વેબ સિરીઝમાં ડેબ્યૂ કરશે
February 26, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech