જામનગરના જિલ્લા કલેકટર- અધિક કલેકટર- એસપીના પરિવાર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાક્ષી બન્યા
જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઈકાલે તા. ૨૪મી જાન્યુઆરી ના રોજ સાંજે ૭.૦૦ વાગ્યા થી રાત્રી ના ૧૨.૦૦ વાગ્યા સુધીના પાંચ કલાકના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ ખગોળ મંડળ- જામનગર તથા એમ. ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.
આ નિદર્શનના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખગોળ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. તેમજ જામનગર શહેર અને જિલ્લાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહીને સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા હતા. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી આ નિદર્શનના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ભાવિનકુમાર પંડ્યા પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા, અને પ્લેનેટ પરેડનું ટેલિસ્કોપથી નિરીક્ષણ કરીને અભિભૂત થયા હતા.
આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના પરિવાર, અધિક કલેકટર બી.એન. ખેર, શહેર વિભાગના પ્રાંત અધિકારી પી.બી. પરમાર ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર હષિત વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા વગેરે પરિવાર સાથે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા હતા, અને પ્લેનેટ નિદર્શનનો કાર્યક્રમ ટેલિસ્કોપના માધ્યમથી નિહાળ્યો હતો.
જામનગર ખગોળ મંડળના મુખ્ય સંયોજક કિરીટભાઈ શાહ, અને કિરીટભાઈ વ્યાસ, તેમજ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળના સુધાબેન ખંઢેરીયાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા, રવિ ગજ્જર, પંકજ ડાંગર, સદામભાઇ નારેજા અને નદીમભાઈ નારેજા વગેરેની ટિમ દ્વારા જુદા જુદા પાંચ ટેલિસ્કોપ ગોઠવીને પ્લેનેટ નીદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ખગોળ પ્રેમીઓએ ઉપસ્થિત રહી સાંજે ૭,૦૦ વાગ્યાથી લઈને રાત્રીના ૧૨,૦૦ વાગ્યા સુધી પ્લેનેટ પરેડની ખગોળીય ઘટના નીહાળી હતી.
જેમાં ખાસ કરીને બાળકોનો ઉત્સાહ વધારે જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ નાના ભૂલકાઓ સહિતના ખગોળ પ્રેમી નગરજનોએ મોડીરાત્રી સુધી લાંબી લાંબી કતાર લગાવી હતી, અને પ્લેનેટ પરેડનો કાર્યક્રમ નિહાળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech