ઉમીયાનગર સોસાયટીમાં પશુઓનો ત્રાસ દુર કરવા ડીએમસીને આવેદન

  • July 16, 2024 12:02 PM 

અગાઉ એક ઘોડાએ એક વૃઘ્ધને હડફેટે લેતાં તેને ફેકચર સહિતની ઇજા થઇ હતી: અવારનવાર પશુઓ રસ્તામાં વચ્ચે આવતા અકસ્માત થતો હોવાની રાવ


શહેરના ઉમીયાનગર સોસાયટી લાલવાડી વિસ્તાર અને વિભાપરના વિસ્તારમાં અવારનવાર પશુઓના કારણે લોકો હેરાન-પરેશાન થાય છે, થોડા સમય પહેલા એક વૃઘ્ધને પશુએ ઇજા પહોંચાડી હતી, આ અંગે ઘટતું કરવાની માંગણી ઉમીયાનગર સોસાયટીમાં રહેતા લોકોએ ગઇકાલે ડીએમસીને એક આવેદનપત્ર આપ્યું હતું અને પશુઓનો ત્રાસ દુર કરવા માંગણી કરાઇ છે.


આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પશુ અને અન્ય રખડતા ઢોર અંગે તા.3 ડીસેમ્બર, તા.8 જાન્યુઆરી અને તા.12 જુનના રોજ કોર્પોરેશનમાં અરજી કરવામાં આવી છે, પરંતુ કોઇ પગલા લેવામાં આવ્યા નથી, ઉપરાંત રસ્તાઓ પર પશુઓ ન આવે તે માટે અમારા ખર્ચે રસ્તાની સાઇડમાં ઝારી નાખવા અમે મંજુરી માંગી હતી, તે પણ મળેલ નથી. અમારી સોસાયટીમાં જ ઉમંગ પ્લોટમાં અમોએ વૃક્ષનો ઉછેર કર્યો છે ત્યારે અમારા બાળકો પશુઓને કારણે રમી શકતા નથી, માટે આ વિસ્તારમાં ગ્રીલ ફીટ કરવા અમારા ખર્ચે લેખીત મંજુરી આપો તો અમે 90 પરીવાર આ વિસ્તારમાં રહી શકી.


આ ઉપરાંત સુરક્ષાના પ્રશ્ર્ને જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં જણાવાયું છે કે, અમોએ વૃક્ષનું જતન કર્યુ છે અને વૃક્ષો પણ મોટા થઇ ગયા છે ત્યારે બે થી ત્રણ વ્યકિતઓ દ્વારા અને અમુક અસામાજીક તત્વો દ્વારા જાણી જોઇને હેરાન કરવામાં આવે છે, ફુલઝાળ, કુુંડા અને બાંકડા પણ તોડી નાખવામાં આવ્‌યા છે આવા તત્વો સામે કડક પગલા લેવાની પણ માંગણી કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application