જામનગરમાં વિવિધ યુનિયનો દ્વારા પડતર પ્રશ્ર્નની માંગ સાથે આવેદન

  • March 12, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસ.ટી. નિવૃત કર્મચારી, જી.ઈ.બી. નિવૃત કર્મચારી, ડેરી ઉદ્યોગ, દિગ્દામ વુલનમીલ, દિગ્વીજય સિમેન્ટ કંપની, બોમ્બે ડાઈંગ, તાતા કેમીકલ્સ, જાહેર સાહસો, નાના મોટા ઉદ્યોગોના પ્રો. ફંડ પેન્શન યોજના-૯૫ અંતરર્ગત પેન્શન મેળવતા પેન્શનરોના માસિક પેન્શનમાં મીનીમમ પેન્શન ૭૫૦૦ + મોધવારી મેડીકલ મેળવાની ચડવળ ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન આખા ભારતમાં ચાલી રહયું છે.
આ દરમ્યાન -૨૦૨૪ લોકસભાની ચૂંટણી પહેલા નિર્ણય માટેની રજુઆત ઈ. પી.એસ.-૯૫ નો એન.એસ.એ.ના ક્ધવીનર કમાન્ડર અશોક રહુત દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તા. ૦૪/૦૩/૨૦૨૪ ના રોજ પત્ર લખેલ અને રજુઆત કરેલ. જે રજુઆત માટે જામનગર સાંસદ સભ્ય પૂનમબેન માડમના કાર્યાલય તથા કલેકટરની કચેરીમાં આસી. પ્રો. ઠંડ કમિરનરીની કચેરીમાં પંકજભાઈ જોષી, જનરલ સેક્રેટરી, મજુર મહાજન સંઘ, જામનગર તથા મજુર સેવા સંધના પ્રમુખ હમીદ દેદાની આગેવાની હેઠળ રજુઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નિવૃત કર્મચારીઓએ હાજરી આપી પોતાની લાગણી વ્યક્ત કરેલ. જેમાં એસ.ટી.ના નરસીભાઈ દાઉદીયા, જી.ઈ.બી.ના દિપકભાઈ ત્રિવેદી, બોમ્બે ડાઈગના પ્રતાપસિંહ ઝાલા જી.એસ.એફ.સી. ના શ્રી જે.એમ.પરમાર, વિજયસિંહ જાડેજા સિકકા સીમેન્ટના તેના સભ્યો સાથે હાજર રહી કાર્યક્રમ યોજવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application