ભાણવડ નગર પાલિકાની હદમાં વૈરાડ નાકા થી નગર પાલિકા કચેરી સુધી તથા નગર પાલિકા કચેરી થી સ્ટેશન રોડ તરફ જતા એમ. વી. ઘેલાણી હાઇસ્કુલ સુધી બિસ્માર હાલતમાં પડેલ રોડ તે રીપેરીંગ કરવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ શહેરમાં નગર પાલિકાની હદમાં વેરાડ નાકા થી નગર પાલિકા કચેરી સુધી રોડ તેમજ નકટી નદીના રોડની સેફટી દીવાલ છેલા ૧ વર્ષ જેવા સમયથી પડેલ છે તથા નગર પાલિકા કચેરી થી સ્ટેશન રોડ તરફ જતા એમ. વી. ઘેલાણી હાઇસ્કુલ સુધીનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો જ એવામાં ચોમાસામાં વરસાદ થતાં રોડ ઉપર ઠેકઠેકાણે મોટા ખાડાઓ પડી ગયેલ છે. જેને કારણે વાહન ચાલકોને અને રાહદારીઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. રોડ પરના ખાડાઓને કારણે વાહનોને નુકશાન પહોંચી રહ્યું છે. સદ્દનસીબે હજુ સુધી કોઇ જીવલેણ અકસ્માત થયો નથી પરંતુ વાહનોના અકસ્માતનો ભય તોળાય રહ્યો છે. તેથી સત્વરે રોડ પર પડેલા ખાડાઓનુ રીપેરીંગ ડામર પાથરવુ જરૂરી છે.
ઉપરોક્ત રોડ ભાણવડ બાયપાસ રોડ હોય. આ રોડ પર સારા એવા પ્રમાણમાં કાયમી ધોરણે વાહન વ્યવહાર ચાલુ રહેતો હોય, ત્યારે રોડ નું કામ સત્વરે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅગ્નિકાંડના આરોપી મનપાના ઇજનેર ચૌધરીની જામીન અરજી ફગાવી દેવાઇ
November 19, 2024 03:31 PMબોલિવૂડમાં નેપોટિઝમ છે અને હિટ સોંગ્સની કોપી–રિમિકસ પણ થાય છે, જે ચાલે તે હિટ: અમાલ મલિક
November 19, 2024 03:28 PMવિપક્ષે રોગચાળાની ચર્ચા માગી, શાસકોએ વાતોમાં સમય વેડફયો
November 19, 2024 03:26 PMઆ રાજ્યમાં શરૂ થઈ ભારતની પ્રથમ ઓનલાઈન કોર્ટ, 24 કલાક ચાલશે સુનાવણી
November 19, 2024 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech