જામનગર શહેરની પ્રજાનો સ્માર્ટ વિજ મીટર સામે વિરોધ

  • May 24, 2024 11:19 AM 

આજકાલ દ્વારા નવાગામ ઘેડ, મધુવન સોસાયટી સહિતના વિસ્તારની મુલાકાત લઇ લોકોનું દર્દ સાંભળવા પ્રયત્નો કરાયા : પોલીસ અને કોર્ટનો ભય બતાવી અમારી ગેરહાજરીમાં સ્માર્ટ મિટરો પરાણે નાખી દેવાયા છે તેવો લોકમત


હાલ જામનગર તથા આખા ગુજરાતમાં ગુંજતી વાતો એટલે કે સ્માર્ટ મિટરની વાતો, પ્રજા દ્વારા જામનગરમાં સ્માર્ટ મિટર માટેનો રોષ જોવા મળી રહયો છે, જામનગરના અમુક વિસ્તારોમાં હાલ સ્માર્ટ મિટર લગાડી દેવામાં આવ્યા છે, અમુક વિસ્તારોમાં સ્માર્ટ મિટરની કામગીરી પણ ચાલી રહી છે, આજથી લગભગ 20 દિવસ પહેલા એટલે કે 3 મેના રોજ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં પણ સ્માર્ટ મિટર લગાડી દેવાયા છે, જે લોકોના ઘરે સ્માર્ટ મિટર આવ્યા છે તે પ્રજાના હાલ બેહાલ છે, તેમના દ્વારા રોષ જોવા મળી રહયો છે, માત્ર એક જ વાત કરે છે કે અમને લાઇટ નહીં હોય તો ચાલશે પણ આ સ્માર્ટ મિટર નહીં ચાલે, પ્રજાને પીજીવીસીએલ શાખાના અધિકારીઓ દ્વારા અમુક પીયાની તેમજ મિટર નહીં લગાડો તો કોર્ટના ધકકા ખાવા પડશે તેવી ચિમકીઓ આપી ડરાવી ધમકાવીને સ્માર્ટ મિટર લગાડી દેવામાં આવ્યા છે.


આજકાલ દ્વારા પ્રજાનો સંપર્ક કરી તેમની તકલીફો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમાં જાણવા મળ્યું કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના મધુવન સોસાયટીમાં પણ લગભગ બધા જ ઘરમાં સ્માર્ટ મિટર લગાડી દેવામાં આવ્યા છે, 3મેના રોજ પીજીવીસીએલ અધિકારીઓ બપોરના સમયે પોલીસ કાફલા સાથે લોકોના ઘરે ઘરે જઇને સ્માર્ટ મિટર લગાડવાની પ્રક્રિયા કરી હતી અમુક લોકો દ્વારા જાણવા મળ્યું છે કે તે લોકો ઘરે હાજર ન હતા તો એ બહારથી મિટર બદલાવી ચાલ્યા ગયા છે, મિટર નહીં નાખુ તેમ કહેતા તો પીજીવીસીએલના અધિકારી દ્વારા 10 થી 15 હજારનો દંડ થશે તેવી ધમકી આપી મિટર લગાડવામાં આવ્યા છે, અમારા ઘરે મારો નાનો છોકરો હતો તો તેને ધમકાવીને મિટર લગાડી દેવાયું છે તેમજ અમુક પ્રજાને ા. 350 થી 450ના ફ્રી રીચાર્જની લાલચ આપીને પીજીવીસીએલના અધિકારીઓએ આ કામ પ્રજાને મુર્ખ બનાવીને પુર્ણ કર્યુ છે.


ભાવનાબેન ચુડાસમા

નવાગામ ઘેડ, મધુવન સોસાયટી શેરી નં. 2માં રહેતા ભાવનાબેન ચુડાસમાએ કહયું કે અમે લોકો ઘરે હાજર ન હતા તો પણ અમને ફોન કયર્િ વગર કે પુછયા વગર મિટર નાખી દીધુ છે, આ બધું તો ઠીક પણ જુના મિટરમાં અમા લગભગ બે મહિનાનું બિલ 2000 થી 2500 જેેટલુ આવતુ પણ અમારે 3 મેના રોજ સ્માર્ટ મિટર આવ્યુ ત્યારથી અત્યાર સુધીમાં 2000 પીયાનું રીચાર્જ કરાવ્યું છે  અત્યારે લગભગ ા. 200 જ એકાઉન્ટમાં દેખાડે છે, મારો પતિ રીક્ષા ચલાવે છે એ રોજના 400 થી 500 કમાય છે અમારે શું આ મિટરમાં વધુ રીચાર્જ કરાવવું કે પછી ઘરે જમવું પણ હોય ? સરકારને માત્ર એક જ અપિલ છે કે આ મિટર કાઢીને જુનુ મિટર નાખી જાવ.


ભાવનાબેન દવે

મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા ભાવનાબેને સ્માર્ટ મિટર માટેનો રોષ વ્યકત કર્યો છે, આજકાલની મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, અહીંયા 4 હજાર ભાડુ ભરીને રહીએ છીએ, મારો દિકરો મજુરી કરે છે, તે રોજના ા. 500 કમાય છે, મારા પતિ રીટાયર્ડ છે, અમારે ઘેર 3 મેના રોજ બપોરે બે વાગ્યે મિટર નાખવામાં આવ્યુ હતું, અમોએ મીટર નહીં નાખવાનું કીધુતો કહેવામાં આવ્યું કે ફરજીયાત નાખવું જ પડશે, સરકાર દ્વારા નિયમ આવ્યો છે, નહીં નાખો તો ા. 7 હજારનો દંડ થશે અને કોર્ટના ધકકા થશે તેમ ડરાવીને મિટર નાખી ગયા હતા. અમોએ દંડના ડરથી આ મિટર નખાવ્યું છે અમા બે મહિનાનું લગભગ બે હજાર બીલ આવતુ હતું, અત્યારે અમે 20 દિવસમાં 1800 પીયા નાખી દીધા છે, આ મિટર અમને પોસાતુ જ નથી આટલુ તો અમે કયારેય વાપરતા નહી અમારા ઘરે માત્ર 1 પંખો, ફ્રીજ, 1 લાઇટ, ટીવી છે. છતાય આટલો વપરાશ કેમ દશર્વિે છે અને આટલુ બિલ કેમ ?


જયશ્રીબેન દવે

નવાગામ વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા જયશ્રીબેન દવેએ જણાવ્યું કે, અમને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે , આ સ્માર્ટ મિટર લગાડશો તો ા. 350 ફ્રી રીચાર્જ મળશે, સ્માર્ટ મિટર આવ્યા બાદ અમે રીચાર્જ ા. 1500નું કરાવ્યુ હતો અમારા ખાતામાં ા. 350 વધારે જમા થવાને બદલે ા. 450 ઓછા આવ્યા હતા, અમોએ આ વાતની ફરીયાદ કરી તો અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે થઇ જશે બસ આવા જવાબ આપવામાં આવે છે. અમને આ સ્માર્ટ મિટર નાખવા ટાઇમે જણાવ્યુ હતું કે રોજના માત્ર 20 થી 30 પીયા જ કપાશે, આજથી ચાર દિવસ પહેલા ા. 1000નું રીચાર્જ કર્યુ હતુ હવે માત્ર અમારે ા. 300 જ બચ્યા છે. આમ આ મિટરમાં બધાના ખોટા પીયા કપાય છે અને સરકાર દ્વારા પ્રજાને મિટરની મદદથી મુર્ખ બનાવવામાં આવે છે.


ધર્મરાજસિંહ જાડેજા

આ ઉપરાંત મધુવન સોસાયટી શેરી નં. 2માં રહેતા જાડેજા ધર્મરાજસિંહએ જણાવ્યુ હતું કે સ્માર્ટ મિટર નાખવા આવ્યા ત્યારે મારા મમ્મીને કહેવામાં આવ્યુ હતું કે આ મિટર નહીં નાખો તો ા. 15 હજાર દંડ થશે, અને તમારા પર સરકાર દ્વારા કેસ કરવામાં આવશે, કોર્ટના ધકકા ખાવા પડશે એવી ધમકી આપીને જબરદસ્તી મિટર નાખી ગયા હતા, મિટરથી અમને કંઇ વાંધો જ નથી પરંતુ અત્યારે જે પરિસ્થીતી ઉભી થઇ છે તેનાથી વાંધો છે, અમારે દર બે મહિનાનું ા. 3500 થી 4000 બીલ આવતુ હતું હવે એની જગ્યાએ આજે 20 દિવસ જેવું થયું મે 1500, 1000 અને 1000 એમ કરીને અત્યાર સુધીમાં 3500 પીયા જેટલુ સ્માર્ટ મિટરમાં રીચાર્જ કરાવી નાખ્યું છે, મહેરબાની કરીને અમને આ મિટરથી છુટકારો અપાવો.


ધર્મિષ્ઠાબા ચુડાસમા

નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ધર્મિષ્ઠાબા ચુડાસમાએ જણાવ્યુ કે, બપોરના સમયે હું ઘરે હાજર ન હતી અને મારા પતિ ડ્રાઇવીંગ કરે છે તે પણ હાજર ન હતા, ઘરે માત્ર મારો 15 વર્ષનો દિકરો જ હાજર હતો તેની હાજરીમાં અને ઘરના કોઇ બીજા સભ્યને પુછયા વગર આ મિટર નાખી દેવામાં આવ્યુ હતું.


વિમલભાઇ પરમાર

મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા વિમલભાઇ જે. પરમારે જણાવ્યુ હતું તેમનું પણ સ્માર્ટ મિટર પોલીસ કેસ થશે તેવી ધાક ધમકી આપીને લગાડી દેવામાં આવ્યું છે તેમણે કહયુ હતું કે આ સ્માર્ટ મિટર તો ઠીક પણ અત્યારે હું મારો રીચાર્જ કરાવતો નથી, તેનું કારણ પુછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે જુના મિટરનું તેમનુ બિલ લગભગ 80 હજાર જેટલુ બાકી છે, તેવું પીજીવીસીએલના સરકારી મોબાઇલ એપ્લેકેશનમાં બતાવે છે, જો કે હું તો રેગ્યુલર બિલ ભરતો અને મિટર કાઢી ગયા હતા ત્યારે પણ મે મા બિલ ચુકવી નાખ્યુ હતું, વિમલભાઇ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને વાત કરવામાં આવી તો તેમણે કહયું કે કોઇનું બિલ તમારામાં આવી ગયું છે તે અંગે આજકાલ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે આ વાત તદન સાચી હકીકત બહાર આવી છે. તેમના બિલમા અત્યારે લભગભગ 80 હજાર જેવુ બિલ બાકી બતાવે છે તેવુ જોવા મળ્યું છે. વિમલભાઇએ કહયુ કે મારુ એકાઉન્ટ અત્યારે હોલ્ડ પર છે તો પણ વિજળી આવી રહી છે અને મા બિલ દિવસે ને દિવસે ચડતુ જાય છે. મને આ મિટર જોઇતુ નથી મને આ સમસ્યાથી બહાર કાઢવા સરકારને અપિલ છે.


માલતીબેન ટંકારીયા

નવાગામ ઘેડ મધુવન સોસાયટીમાં રહેતા માલતીબેન ટંકારીયાઓ તેમનો કિસ્સો જણાવ્યો કે અમારે ત્યાં પોલીસને જોડે રાખીને પોલીસની બિક દેખાડીને મિટર નાખવામાં આવ્યુ હતું અને અમારે અત્યારે જુના મિટરનુ 40 હજાર જેટલુ બાકી બોલે છે પણ અમે તો રેગ્યુલર બિલ ભરત તેની રીસીપ્ટ પણ અમારી પાસે હાજર છે છતા પણ પ્રજાને મુર્ખ બનાવવામાં આવે છે. અને ભોળી પ્રજાના મહેનતના પૈસા લુંટવામાં આવે છે.


પમ્મીબેન જોડ

આ ઉપરાંત મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા પમ્મીબેન જોડે જણાવ્યુ હતું કે 3 મેના રોજ પીજીવીસીએલનો કાફલો પોલીસ સાથે આવ્યો હતો અને 10 થી 15 હજાર દંડ થશે, મીટર નહી નાખો તો આવી ધમકી આપીને સ્માર્ટ મિટર લગાડવામાં આવ્યુ હતું, અમોએ પહેલા લગભગ ા. 3 હજારનું રીચાર્જ કરાવ્યુ હતું, આમ તો અમારા ખાતામાં માત્ર ા. 2500 જ જમા થયા હતા તેની ફરીયાદ કરી તો અધિકારીએ જણાવ્યુ કે તે નવા મિટરનો ચાર્જ છે, અમે લોકો જુનુ મીટર હતુ ત્યારે આખો દિવસ વિજ વપરાશ કરતા તો પણ આટલુ બિલ ન આવતુ જેટલુ અત્યારે સ્માર્ટ મિટરમાં કરકસર કરતા પણ આવે છે.


હિતેષભાઇ ચૌહાણ

મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા હિતેષભાઇએ જણાવ્યુ કે અમારી પાસે સ્માર્ટ મિટર ધાક ધમકી આપીને નાખવામાં આવ્યુ હતું પણ અત્યારે હજુ તો 20 દિવસ થયા છે અને ા. 2000નું રીચાર્જ પતી ગયું છે, જુના મીટરમાં અમારે માત્ર બે મહીનાનું બે હજાર બીલ આવતુ હતું, તેની જગ્યાએ અત્યારે આ પરિસ્થીતી ઉભી થઇ છે.


રમેશભાઇ મકવાણા

મધુવન સોસાયટીમાં રહેતા રમેશભાઇ મકવાણાએ જણાવ્યુ કે તેમના બંધ મકાનમાં કોઇને પુછયા વગર મિટર લગાડી દેવામાં આવ્યું છે અને બંધ મકાનમાં અત્યારે પણ રોજનું 30 થી 40 ા. બીલ આવે છે અમારે  બંધ મકાનનું સેનુ બીલ ભરવાનું ? તેવા પ્રશ્ર્ન કરવામાં આવ્યા હતા.


ડાડુભાઇ રાવલીયા

નવાગામ ઘેડ મધુવન સોસાયટી શેરી નં. 2માં રહેતા ડાડુભાઇએ કહયું કે અમારે ત્યાં 3મેના રોજ સ્માર્ટ મિટર નાખવામાં આવ્યુ હતું, અમને ત્યારે આ સ્માર્ટ મિટરની કોઇ જાણકારી ન હતી, તો અમે આ મિટર નહીં નાખવુ તેમ કહયુ તો પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે સ્માર્ટ મિટર ફરજીયાત નાખવુ જ પડશે, સરકાર તરફથી આદેશ છે. તમને ા. 400 ફ્રી આવશે, અને તેમ કહી અધિકારીઓેએ જો નહી નખાવો તો ા. 10 થી 15 હજારનો દંડ થશે તેવી ધમકી આપીને આ સ્માર્ટ મિટર નાખવામાં આવ્યુ હતું. આ સ્માર્ટ મિટરનું રીચાર્જ મોબાઇલમાંથી થાય છે મને કંઇ મોબાઇલમા આવડતુ જ નથી મારી પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી ? મારે કોકની મોથાજી કરીને રીચાર્જ કરાવવું પડે છે, આવી મુશ્કેલી જણાવી હતી.


આજકાલની તપાસમાં પ્રજા દ્વારા આવા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા, કેટલાક લોકો દ્વારા જાણવા મળ્યું કે વિજબીલ આવતુ તેનાથી બમણું આવે છે, ધાક ધમકી આપીને સ્માર્ટ મિટર નાખવામાં આવ્યા છે, દંડ અને પોલીસનો ડર બતાવી પ્રજાને ડરાવીને સ્માર્ટ મિટર નાખવામાં આવ્યા છે, કેટલાક લોકોને હજારોના બિલ પેન્ડીગ બોલે છે તેવું જાણવા મળ્યું હતું, તો કેટલાક લોકોને પૈસાની લાલચ આપીની મિટર નાખવામાં આવ્યુ તો કેટલાક લોકોને કોર્ટનો દંડ બતાવી મીટર નાખવામાં આવ્યું, બંધ મિટરમાં રોજનું ા. 30 થી 40 બીલ આવે છે.આ બધા આક્ષેપો પ્રજા દ્વારા હાલ જામનગરના મધુવન સોસાયટીના રહેવાશીઓ દ્વારા કરવામાં આવ્યા છે.


હવે પ્રજાને મુર્ખ બનાવીને તેના પીયા છીનવી લેવામાં આવશે ? ગરીબ લોકોને પોલીસ તથા દંડનો ડર બતાવી સ્માર્ટ મિટર લગાડવું વ્યાજબી છે ? ગરીબ પ્રજાના લેવાતા બમણા બિલ તે શું લેવા જોઇએ ? આવા કેટલાક પ્રશ્ર્નો હાલ ઉભા થઇ રહયા છે, સરકાર તથા પીજીવીસીએલના અધિકારી હાલ પોતાની સત્તાની અકકળ દેખાડી રહયા છે તેવું પણ દેખાઇ રહયું છે.


હાલ જામનગરની પ્રજામાં સ્માર્ટ મિટર માટે રોષ જોવા મળે છે અને પ્રજાની માત્રને માત્ર એક જ અપિલ છે કે આ સ્માર્ટ મિટરમાંથી છુટકારો અપાવો, જો સ્માર્ટ મિટરથી જલ્દીથી જલ્દી છુટકારો નહી મળે તો અમે આંદોલન કરશું, રેલી કાઢશું, વિરોધ કરશું પણ આ મીટર તો નહીં જ ચલાવી લેવામાં આવે, સરકારને માત્ર એક જ નમ્ર અપિલ છે કે આ સ્માર્ટ મિટર કાઢીને જુનુ મીટર નાખી આપો.


જામનગરની પ્રજાના આ સ્માર્ટ મિટરના પ્રશ્ર્નોનો ઉકેલ આવશે કે નહીં ? એ પણ એક પ્રશ્ર્ન છે જામનગરની પ્રજા હાલ આ સ્માર્ટ મિટરથી ત્રાહીમામ થઇ રહી છે, લોકોના પીયા સ્માર્ટ મિટરની મદદથી લુંટવામાં આવે છે આ ગરીબ પ્રજાના પ્રશ્ર્નોનું કયારે નિરાકરણ થશે તે પણ એક વિચારવા જેવી બાબત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application