કેટલીક વખત તો ઓનલાઇન ફોર્મ ભરાયું હોય પરંતુ સર્વર બંધ થઇ જાય છે: લોકો જાયે તો જાયે કહાં ?
જામનગર જિલ્લાની આર.ટી.ઓ કચેરીમાં મોટરનું લાયસન્સ લેવા માટે માત્ર 140 લાયસન્સનો જ સ્લોટ છે જે ઘણો ઓછો પડે છે અને પ્રજાને રિબાવી /દુ:ખી કરી જાણે મજા આવતી હોય તેમ આ 140 નો સ્લોટ ફક્ત સવારે 8 વાગ્યે જ ખુલે છે અને 8. 05 મિનિટમાં બંધ પણ થઇ જાય છે એટલે કે ફક્ત 5 મિનિટ જ સ્લોટ ખુલે છે. એટલું જ નહીં લાયસન્સ લેવાની પ્રક્રિયામાં કેટલીક વખત તો સર્વર પણ ડાઉન હોવાની થોકબંધ ફરિયાદો મળી રહી છે, ફોર્મ ભયર્િ પછી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શ થાય એ પહેલા જ સર્વર બંધ થઇ જતાં બાકીના લોકો સ્લોટ બુક કરી શકતા નથી. આમ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ અંગે આરટીઓના ઉચ્ચ અધિકારીઓએ ઉપલા અધિકારીઓને જાણ કરીને લોકોને મુશ્કેલી નિવારવા પ્રયત્નો કરવા જોઇએ તેવું લોકોમાં ચચર્ઇિ રહ્યું છે.
જેમ વીજળીના ઝબકારે મોતી પોરાવવાનું હોય તેવો તાલ આજ ઘણા મહિનાથી થાય છે અને જિલ્લાની પ્રજા પરેશાન થાય છે જે જોઈ અધિકારીઓ મશ્કરી કરતા હોય તેવો ઘાટ છે, ફક્ત 5 મિનિટ માં ઘણી વખત તો ઓટીપી પણ નથી આવતા આવા સંજોગોમાં અરજદારે ફરી બીજા દિવસે સવારે મહેનત કરવાની આવે છે, ઓનલાઇનનો મતલબ 24 કલાક ઓપન હોવું જોઈએ જેથી અરજદાર ગમે ત્યારે એપોઈમેન્ટ લઇ શકે પરંતુ માત્ર જામનગરમાં જ સવારે 8 વાગ્યે સ્લોટ ખુલે છે તે પણ માત્ર 5 મિનિટ બીજા જિલ્લામાં ગમે ત્યારે એપોઈમેન્ટ લઇ શકાય છે તો આ નિયમ માત્ર જામનગર માટે જ શા માટે?
140નો સ્લોટ વધારે કરવામાં આવે તેવી ઘણી રજુઆત થયેલ છે પરંતુ આર. ટી. ઓ. અધિકારી એવો જવાબ આપે છે કે આ સ્લોટ ગાંધીનગરેથી સેટ થયો છે અને સમય પણ ત્યાંથી જ સેટ થયો છે, આખા દિવસમાં માત્ર 5 મિનિટ સ્લોટ ખુલે છે તેથી એપોઈન્ટમેન્ટ મળવામાં મુશ્કેલી થાય. જિલ્લાના રાજકીય આગેવાનો આ અંગે ગાંધીનગરમાં યોગ્ય રજુઆત કરી જિલ્લાની પ્રજાને પડતી તકલીફનો અંત લાવવો જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech