ભોમેશ્વરફાટક પાસે સતત ટ્રાફિકજામની સમસ્યાથી લોકો ત્રાહિમામ

  • March 03, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સાઢીયા પુલનું કામ ચાલતુ હોવાથી ભોમેશ્ર્વર ફાટક પાસે છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રાફિકજામની સ્થિતિ છે.આ વચ્ચે અહીં સામાન્ય અકસ્માતથી લઇ ઝઘડાના બનાવો પણ બની રહ્યા છે.ત્યારે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગણી સાથે પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.



એડવોકેટ જાકીર આગરીયા અને ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા લત્તાવસીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, ભોમેશ્વર પાસે સાઢીયા પુલનું કામ ચાલુ હોય જેથી જામનગર રોડ તેમજ અલગ અલગ વિસ્તારનો ટ્રાફિક ભોમેશ્વર તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યો હોય જેથી અહીં સવારે ૧૦ થી સાંજ ના ૭ વાગ્યા સુધી અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય અને વાહનો હજારોની સંખ્યામાં અહીંથી પસાર થતા હોવાને કારણે અહીંયા ભારે ટ્રાફીક થાય છે જેને લીધે સામાન્ય અકસ્માતથી લઇ મારામારી સહિતના બનાવો બની રહ્યા છે.



જેથી અહીં સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ત્યાં ટ્રાફીક વ્યવસ્થા કરી શકે એવા સ્ટાફને જવાબદારી સોંપી અને યોગ્ય ટ્રાફિક નિયમન કરાવવા આવે. તે સ્ટાફ સતત કાર્યબધ્ધ રહે અહીંથી પસાર થતા વાહનોમાં એમ્બ્યુલન્સ, ઇમરજન્સી હોય તેવા અનેક વાહનો દિવસ દરમિયાન પસાર થાય છે જે વાહનોને પોહોંચવા માટેના સમયમાં ઘણી વખત મોડું થતું હોય છે જેને કારણે આમ નાગરીકને પરેશાનીનો સામનો કરવો પડે છે.



જેથી અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો જેમાં કોર્ટ, એઇમ્સ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તેમજ જામનગર રોડની બંને તરફ આવેલી કચેરી જવા માટે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે ફાટક બંધ હોય ત્યારે ફાટકની બંન્ને તરફનો રોડ વાહનો દ્વારા બ્લોક થઈ જાય છે જેથી આ બાબતનું ધ્યાન રાખી અને જ્યારે ફાટક બંધ હોય ત્યારે આવવા જવા માટેનો રસ્તો ખાલી રહે તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.



ભોમેશ્વર વિસ્તારમાં આવેલ કેટલીક શેરીમાં બેરિકેડ કે પથ્થરો મૂકી શેરી બંધ કરી દેવામાં આવેલી છે આ શેરીમાં જવા માટેનો રસ્તો બંધ કરી દેવા આવેલ છે તો આ શેરી ખુલી કરવામાં આવે જેથી ટ્રાફીક ડાઈવર્ટ થઈ શકે અને મેઇન રોડમાં જવા માટેનો રસ્તા પર ટ્રાફિક ઘટી શકાય તેવી રજુઆત એડવોકેટ ઝાકીર આગરીયા દ્વારા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application