જામનગર : મચ્છરનગરમાં જર્જરિત ત્રણ માળિયા મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો : મહિલા ઇજાગ્રસ્ત

  • January 29, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગાંધીનગર , મચ્છર નગર વિસ્તારમાં ઘણા લાંબા  સમયથી ત્રણ માળીયા ફ્લેટો જર્જરીત હાલતમાં છે.જેમાં આજે બપોરે એક ઇમારતમાં પારાપેટ વગેરે માંથી કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. જર્જરીત ત્રણ માળીયાનો હિસ્સો તૂટી પડતાં એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા.



જેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે  સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા જ મહાનગર પાલિકાની ફાયર તેમજ એસ્ટેટ વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો.અને જરૂરી આનુસંગિક કામગીરી હાથ ધરી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application