ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ ગઈકાલે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી પરંતુ ભારતે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો.
ભારતે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાને ભારતને ફોન કરીને યુદ્ધવિરામની વિનંતી કરી હતી. હવે ન્યૂઝ એજન્સી ANI એ ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલને ટાંકીને દાવો કર્યો છે કે પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં પીએમએ વાન્સને ભારતનું વલણ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું.
"જો ગોળીઓ છોડવામાં આવશે, તો અમે ગોળીઓ ચલાવીશું"
પીએમ મોદીએ જેડી વાન્સને કહ્યું કે 'જો પાકિસ્તાન કંઈ કરશે તો આ વખતે તેનો જવાબ વધુ વિનાશક અને કઠોર હશે.' પીએમએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે, તો અહીંથી પણ ગોળી ચલાવવામાં આવશે.
સૂત્રોના હવાલેથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશોના NSA અને વિદેશ મંત્રીઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. ફક્ત પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓ સાથે વાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application‘મહા રક્ત સંજીવની યજ્ઞ’માં કલેક્ટર, કમિશ્નર સહિત નાગરિકોએ કર્યુ રક્તદાન
May 12, 2025 04:01 PMવલ્લભીપુરમાંથી વિદેશી દા અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે બે ઝડપાયા
May 12, 2025 04:00 PMત્યજી દેવાયલ બાળક ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપાયું
May 12, 2025 03:59 PMકમોસમી વરસાદનો કહેર : કેરી અને કેળાના પાકને નુકસાન
May 12, 2025 03:59 PMભાવનગર પોલીસનું દરિયાઈ વિસ્તારમાં ચેકીંગ
May 12, 2025 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech