વીજચોરી ઘટવાનું નામ લેતી નથી, સૌરાષ્ટ્રમાં વીજલોસમાં જામનગર મોખરે
જામનગરમાં વીજકંપની દ્રારા છાશવારે સ્થાનિક તેમજ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. આટલું જ નહીં આટલી ટીમ દ્રારા આટલા વીજકનેકશનો ચેક કરી લાખોની વીજચોરી પકડવામાં આવી છે તેના આંકડા જાહેર કરી કામગીરી બતાવી પ્રસિઘ્ધિ મેળવવામાં આવે છે. પરંતુ વીજચોરી પકડાયા બાદ કેટલા ગ્રાહકોએ કેટલા નાણાં ભર્યા, રીકવરી કેટલી થઇ તેના કોઇ આંકડા જાહેર કરવામાં આવતા નથી. જેના કારણે વીજચેકીંગની કામગીરી સતત શંકાના દાયરામાં અને સવાલોના ઘેરામાં રહે છે. આટલું જ નહીં બંને જિલ્લામાં છાશવારે ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવતી હોવા છતાં વીજચોરી ઘટવાનું નામ લેતી નથી.
જેના કારણે સૌરાષ્ટ્રમાં વીજલોસમાં જામનગર મોખરે રહેતા શહેરની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. આટલું જ નહીં આજની તારીખે પણ શહેરના અમુક ચોકકસ વિસ્તારો એવા છે કે જેમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો છાશવારે ઉઠે છે. આમ છતાં આ વિસ્તારોમાં યોગ્ય રીતે વીજચેકીંગ શા માટે કરવામાં આવતું નથી તે પણ એક યક્ષ પ્રશ્ર છે. તદઉપરાંત વીજચોરીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે શા માટે ફુલપ્રુફ આયોજન કરવામાં આવતું નથી અને વીજચેકીંગ કાર્યવાહીમાં મસમોટો ખર્ચ થાય છે તેની સામે જે વીજચોરી પડકાઇ છે તેમાં આ ખર્ચ જેટલી વસૂલાત થાય છે કે તે પણ એક તપાસનો વિષય છે.
હાલારની સરકારી કચેરીની વીજબીલની બાકી રકમ(તા.૩૧-૧-૨૦૨૬ની સ્થિતિ,)
કચેરીનું નામ જોડાણ રૂપિયા(લાખમાં)
કાલાવડ નગરપાલીકા ૩૮ ૧૧.૬૧
સીકકા નગરપાલીકા ૩૧ ૯૩.૩૨
ખંભાળીયા નગરપાલીકા ૪૨ ૧૭૯.૩૮
સલાયા નગરપાલીકા ૧૪ ૬૩.૬૩
ઓખા નગરપાલીકા ૪૮ ૭૫.૩૩
જામરાવલ નગરપાલીકા ૧૯ ૩૦.૬૪
ભાણવડ નગરપાલીકા ૩૦ ૯૦.૪૧
આર એન્ડ બી કચેરી ૪૧ ૮.૯૨
પીડબલ્યુડી ૩૭ ૭.૨૬
હોસ્પિટલ ૮૭ ૪.૭૭
સેવાસદન ૯ ૪.૨૬
વનવિભાગ ૪૭ ૩.૩૬
જામનગર મહાપાલીકા ૧૨૫ ૨.૩૦
જીઆઇડીસી ૨૨ ૧.૭૬
પંચાયત ૩૫ ૧.૦૬
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
