દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પાંચ દિવસમાં 5,000 થી વધુ પશુઓની સારવાર

  • September 09, 2024 11:37 AM 

અતિવૃષ્ટિમાં એનિમલ એમ્બ્યુલન્સ 1962 ની ટીમ સતત દોડતી રહી



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા દિવસો પૂર્વે વરસેલા અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પૂર અસરગ્રસ્ત બન્યા હતા. ત્યારે અબોલ જીવોની પણ સ્થાનિક પ્રશાસન દ્વારા કાળજી લેવામાં આવી હતી. જિલ્લાનું પશુધન સુરક્ષિત રહે તે માટે અવિરત પ્રયાસો કરાયા હતા.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે માનવીની સાથે સાથે અબોલ પશુ-પક્ષીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ આપત્તિના સમયમાં પશુઓ હેમખેમ રહે તે માટે 1962 એમ્બ્યુલન્સ અબોલ પશુઓની સેવામાં સતત દોડતી રહી હતી. આ અંગે 1962 ના પ્રોગ્રામ મેનેજર ડો. સોએબ ખાન અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મનોજ ચૌહાણએ જણાવ્યું હતું કે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1962 એમ્બ્યુલન્સના ફરતા દવાખાના દ્વારા ગામે ગામ પહોંચીને વરસતા વરસાદમાં કુલ 5900 જેટલા અબોલા પશુઓની સારવાર કરાઈ હતી. આ આપદાની પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ માટે પહોંચેલી 1962 એમ્બ્યુલન્સ અનેક પશુઓ માટે જીવો દોરી સમાન સાબિત થઈ હતી.


ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પશુઓ ઘાયલ અથવા બીમાર થયા હતા. ત્યારે 1962 એમ્બ્યુલન્સને પશુઓની સારવાર અંગેના સતત કોલ મળ્યા હતા ત્યારે 1962 ના કર્મચારીઓએ પણ કામગીરી પ્રત્યે તત્પરતા દાખવીને રાત દિવસ ગામેગામ સારવાર અને મુલાકાત ચાલુ રાખી અને તા. 31 ઓગસ્ટથી લઈ 7 સપ્ટેમ્બર દરમિયાન માત્ર આઠ દિવસના ગાળામાં જિલ્લાના વિવિધ ગામોમાં 311 થી વધુ વખત પશુઓની સારવાર માટે પહોંચી અને વિકટ પરિસ્થિતિમાં પશુઓને યોગ્ય સારવાર તથા નિદાન કરી, તેઓને નવજીવન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application