ટાટા કેમિકલ્સ હોસ્પિટલ મીઠાપુર દ્વારા નિઃશુલ્ક હેલ્પ કેમ્પનું આયોજન

  • June 19, 2024 10:37 AM 

હેલ્થ કેમ્પમાં ૨૦૦થી વધુ રહેવાસીઓએ ભાગ લીધો


મીઠાપુર ટાટા કેમિકલ્સ હોસ્પિટલે ઓન્કોલોજી અને કાર્ડિયોલોજી કન્સલ્ટેશન્સ અને તબીબી સલાહસૂચનો પર ધ્યાન આપતા એક મહત્વપૂર્ણ હેલ્થ કેમ્પ સફળતાપૂર્વક પૂરો કર્યો હતો જે સમુદાયની સુખાકારી માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. આ નિઃશુલ્ક કેમ્પ ૧૬ જૂનના રોજ યોજાયો હતો જેમાં મીઠાપુર અને આસપાસના ગામોના ૨૦૦થી વધુ રહેવાસીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.


કેમ્પ દરમિયાન હોસ્પિટલ દ્વારા વ્યાપક પ્રકારની તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. નિષ્ણાંત ઓન્કોલોજીસ્ટે ૧૮ દર્દીઓ અને કાર્ડિયોલોજીસ્ટે ૬૦ દર્દીઓને ચકાસ્યા હતા જ્યારે જનરલ સર્જન અને એમડી ફિઝિશિયને અનુક્રમે ૬૦ અને ૭૦ દર્દીઓની તપાસ કરી હતી. કેમ્પમાં  ફ્રી લેબ ઇન્વેસ્ટિગેશન, ઈસીજી, 2ડી ઇકો સ્ક્રીનિંગ અને ડાયગ્નોસ્ટિક ચેક-અપ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.


ટાટા કેમિકલ્સ હોસ્પિટલના ચીફ હેલ્થ અને વેલનેસ ઓફિસર ડો. એસ. ભટનાગરે સ્થાનિક સમુદાયોના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે  “હેલ્થ કેમ્પમાં રહીશોની સક્રિય ભાગીદારી આવી નિર્ણાયક પહેલના મહત્વને દર્શાવે છે. ૭૫ વર્ષથી વધુ સમયથી અમે અમારી હોસ્પિટલ દ્વારા અમારા સમુદાયની આરોગ્યને લગતી જરૂરિયાતોને ટેકો આપવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ.”


આ કેમ્પની સફળતા સુલભ અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડવા માટે ટાટા કેમિકલ્સ હોસ્પિટલ્સની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. આ આરોગ્ય અને સુખાકારી પહેલને ચાલુ રાખીને ટાટા કેમિકલ્સ હોસ્પિટલ જુલાઈના ત્રીજા સપ્તાહમાં સૌથી મોટા રક્તદાન અભિયાનનું આયોજન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application