જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે અમદાવાદના ઔદ્યોગિક એકમના સંયુક્ત ઉપક્રમે મેગા આયોજનની રૂપરેખા તૈયાર
જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન જયારે તેની સ્થાપનાના 7પ વર્ષ પુર્ણ કરી રહયું છે, ત્યારે આજના સ્પધર્ત્મિક તથા હરીફાઈયુકત ઔદ્યોગિક વાતાવરણમાં જામનગરના બ્રાસઉદ્યોગકારોને વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘરઆંગણે મળી રહે તે આશયથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન અને કે એન્ડ ડી કોમ્યુનીકેશન અમદાવાદના સંયુકત ઉપક્રમે જામનગરના જ આંગણે પહેલીવાર આગામી તા.13 થી 16 ફેબ્રુઆરી- 202પ દરમ્યાન જામનગર-દ્વારકા હાઈવે એઈરપોર્ટ રોડ ખાતે જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકઝીબીશન-2025નું આયોજન કરવામાં આવનાર છે.
આ એકઝીબીશનના આયોજન માટે અમદાવાદ કે જેમને વાઈબ્રન્ટ ગુજરાત, સંસ્થાએ મે. કે એન્ડ ડી. કોમ્યુનિકેશન લીમીટેડ, એન્જીમેક જેવા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનના આયોજનનો 30 વર્ષનો અનુભવ છે, તેની સાથે ટાઈઅપ કરેલ છે. આ એકઝીબીશન માટે આ સંસ્થાને ભારત સરકારના એમ.એસ.એમ.ઇ. તેમજ જી.આઈ.ડી.સી. તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનો તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઑર્ગેનાઈઝેશન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વિઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, લોધીકા જીઆઈડીસી એસોસીએશન, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, જામનગર હાર્ડવેર મેન્યુફેકચરર્સ એસોસીએશન, એકઝીમ મેટલ મર્ચન્ટ એસોસીએશન જામનગર, જામનગર ઈલકેટ્રોપ્લેટર્સ એસોસીએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશન, નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ, એમ.પી.શાહ મ્યુનિ. ઉદ્યોગનગર એસોસીએશન, પટેલ કોલોની ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હાપા ઉદ્યોગનગર સંઘ લીમીટેડ, નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ વિગેરે સંસ્થાઓનો સહયોગ મળેલ છે.
આ સંસ્થા દ્વારા એમ.એસ.એમ.ઈ. અમદાવાદ તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરી વિદેશમાં જયા બ્રાસપાટર્સની મોટાપાયે નિકાશ કરવામાં આવે છે, ત્યાંથી ખરીદદારો આ એકઝીબીશન દરમ્યાન ઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કરીને ભારત સરકારના સંરક્ષણ, રેલ્વે, શીપીંગ, મરીન, ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે સાહસો, રાજય પરિવહન વિગેરે સાહસો આ એકઝીબીશનમાં ભાગ લે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહયા છે. આ એકઝીબીશન દરમ્યાન એમ.એસ.એમ.ઇ. માટે અલગ પેવેલીયન રાખવાનું, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, બી ટુ બી મીટીંગ યોજવાનું તથા ઔદ્યોગિક એકમ માટે લાભદાયી યોજનાઓ માટે વિવિધ વિષયો પર સેમીનાર યોજવાનું પણ આયોજન કરવામાં આવનાર છે.
આશરે 10,000 થી 12,000 ચો.મી. માં સંપુર્ણ વાતાનુકુલીત જર્મન મેઈડ ડેમમાં યોજાનાર આ એકઝીબીશનમાં રપ0 કરતાં પણ વધું સ્ટોલ રાખવામાં આવનાર છે, આશરે 50 હજાર કરતાં પણ વધું લોકો તેની મુલાકાત લેશે અને આશરે રૂપિયા 1000 કરોડથી વધુ બિઝનેશ ઈન્કવાયરીઓ જનરેટ થશે, તેવી આશા છે. ત્યારે સંસ્થાના ડ્રીમ પ્રોજેકટ કહી શકાય તેવા આ આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનને સફળ બનાવવા માટેના જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તથા અન્ય સંસ્થાઓ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે.
એકસ્પો માટે યોજાયેલા સેમીનારમાં જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઇ કેશવાલા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના જામનગરના ઉદ્યોગ જગતની સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતાં અને એમને વિગતો આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech