ઓખામાં માછીમારોને ભેળસેળયુક્ત ડિઝલનાં વિતરણ અંગે તપાસનાં આદેશથી ફફડાટ

  • October 01, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

    તાજેતરમાં ઓખામાં માછીમારોને ભેળસેળયુક્ત ડિઝલનું વિતરણ થયાની રાવ ઉઠી હોવાનો તથા શુદ્ધ ઇંધણનાં અભાવે સૈંકડો માછીમારો દરીયામાંથી અધવચ્ચેથી જ પરત આવતા મોટું નુકસાન થયું હોવાનો અહેવાલ 'વતઁમાન પત્રો' માં પ્રગટ થયો હતો. જે પછી તંત્ર હરકતમાં આવ્યું છે.


    સૈંકડો માછીમારોની રોજીરોટીને સ્પર્શતા આ મુદ્દાની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લેવામાં આવી છે અને આ અંગે તપાસ કરી અહેવાલ સોંપવા માટે ઓખા મત્સ્યોદ્યોગ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી, મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાનની કચેરી જામનગરને દ્વારકા નાયબ કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.


    ઉલ્લેખનીય છે કે વિપરીત વાતાવરણને કારણે માછીમારી સિઝન ૧ ઓગસ્ટને બદલે ૧૫ ઓગસ્ટથી આરંભ થઇ હતી એ પછી પણ તોફાની વાતાવરણને કારણે માછીમારી સિઝન વિલંબથી આરંભ થઇ હતી અને ઉપરથી ઇંધણમાં ભેળસેળ આવતા માછીમારો અધવચ્ચેથી પરત ફરતા મોટુ નુકશાન થયું હોવાની માછીમારોની ફરીયાદ છે.


    ઇંધણમાં ભેળસેળની રાવની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ પણ ખૂલી શકે એવી અટકળો ચાલી રહી છે. હાલ તો આ મામલે તપાસનાં આદેશથી ખળભળાટ મચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application