સદભાવના માનસ રામ કથા નિમિત્તે પ્રેરક પહેલ ઓનિકસ ગ્રુપ એક લાખ વૃક્ષો વાવીને કરશે જતન

  • November 23, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેટોડા, રાજકોટ સ્થિત ઓનેકસ રિન્યુએબલ લિમિટેડ કંપનીના યુવા મેનેજીગં ડિરેકટર દિવ્યેશભાઈ મનસુખભાઇ સાવલીયાને પર્યાવરણના જતન માટે સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક સાધી સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારીબાપુની વૈશ્વિક રામકથા નિમિત્તે ગુજરાતમાં એક લાખ વૃક્ષો વાવી અને જતન કરવાની ઘોષણા કરી છે. જેના ભાગપે રાજકોટમાં ક્રિસ્ટલ મોલથી માંડીને ખીરસરા સુધી ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર થઈ ચૂકયું છે દિવ્યેશભાઈના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તબક્કામાં અમદાવાદમાં ૨૦ હજાર, વડોદરામાં ૧૦ હજાર, જૂનાગઢમાં પાંચ હજાર, ભાવનગરમાં પાંચ હજાર, સોમનાથ–ધ્વારકા હાઈવે પર ૨૫ હજાર, લખતર–વીરમગામ રોડ પર દસ હજાર, જામકંડોરણામાં ૫૦૦૦, નવાગામમાં ૫,૦૦૦, ધોરાજીમાં ૫,૦૦૦ વૃક્ષો વાવવાનો નિશ્ચય કર્યેા છે. આમ ગુજરાતના શહેરી વિસ્તારમાં જયાં પ્રદૂષણ વધી રહયું છે ત્યાં વૃક્ષોનું હરિયાળું કવચ કરીને પર્યાવરણ સુધારવા ઓનેકસ રીન્યુએબલ લિમિટેડ કંપનીએ કદમ ઉઠાવ્યો છે. ઉલ્લ ેખનીય છે કે  રીન્યુએબલ લિમિટેડના યુવા મેનજિંગ ડિરેકટર દિવ્યેશભાઈ મનસુખભાઈ સાવલિયાએ ૧૪ વર્ષ પી.જી.વી.સી.એલમાં સેવા બજાવી બાદમાં પિતાજી સ્થાપિત  રીન્યુએબલ લિમિટેડની ધૂરા સંભાળી કંપનીને સફળતાના શિખર પર પહોંચાડી છે. શાક્રોમાં અનેક પ્રકારના દાનનું મહત્વ દર્શાવવામાં આવ્યુ  છે, ઓનેકસ રકતદાન, અન્નદાન, વક્રદાન, કન્યાદાન આ બધા દાનોમાં વૃક્ષના દાનને શ્રે  દાન ગણવામાં આવ્યું છે. કંપનીએ પણ આવું શ્રે  દાન કરવાનો નિર્ણય કરી વડીલો અને વૃક્ષોના શુભાર્થે સદભાવના વૃદ્ધાશ્રમના ઉપક્રમે રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલી વિશ્વસતં  મોરારીબાપુની માનસ સદભાવના કથા અવસરે ગુજરાત અને સમગ્ર દેશને ગ્રીન કવચ આપવા રાજકોટના ઓનેકસ રિન્યુએબલ લિમિટેડ કંપની દ્રારા એક લાખ વૃક્ષો વાવવાનો મહાસંકલ્પ કરવામાં આવ્યો છે.જેમાં લીમડા, પીપળા, વડલા, કરંજ, અર્જુન, આસોપાલવ, સીરસ, શિશ, રેન્ટ્રી, પીલખન, કદમ, ટેબુબિયા, પેથોડિયા, બોરસલી જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.  દિવ્યેશભાઈ સાવલિયા અને ઓનેકસ રીન્યુએબલ કંપનીએ વૈશ્વિક રામકથા અવસરે કરેલી પર્યાવરણ સુધારણાની પહેલ જાણે કે પહેલું પગથિયું છે. અનેક ઉધોગપતિઓ, બીલ્ડરો, સુખી સંપન્ન લોકો આ પ્રકારે વૃક્ષારોપણ અને ઉછેરની પ્રવૃતિને સ્પોન્સર કરવા આગળ આવી રહયા છે આવતા દિવસોમાં પૂરો દેશ ગ્રીન કરવાનું સ્વપનું સાકાર થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application