સંબંધોના દાવે લીધેલા ૨૦ લાખ પરત નહીં કરવાના બે કેસમાં એક-એક વર્ષની કેદ

  • May 07, 2026 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટંકારાના જબલપુર ગામે પારિવારિક સંબંધોના દાવે લીધેલા રૂપિયા ૨૦ લાખ પરત કરવા માટેના આપેલા બે ચેક રિટર્ન થવાના અલગ અલગ કેસમાં અદાલત દ્વારા સંબંધી મનીષ ફેફરને એક એક વર્ષની સજા અને બંને ચેકની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, ટંકારાના જબલપુર ગામના કરમશીભાઈ રામજીભાઈ પાણ અને મનિષભાઈ અમૃતલાલ ફેફર વચ્ચે પારીવારીક સંબંધો હોય, મનીષ ફેફરે તેના જમીન મકાનના ધંધા માટે કરમશી પાણ પાસેથી સંબંધના દાવે કટકે કટકે રૂપીયા ૨૦ લાખ મેળવેલ હતા, આ નાણાની કરમશી પાણે માગણી કરતા મનીષ ફેફરે થીડા સમય બાદ નાણા ચૂકતે કરવાનું કહી પ્રોમિસરી નોટ તા. ૨૯/૧૧/ ૨૦૨૪ના રોજ નોટરી રૂબરૂ લખી આપી હતી. બાદમાં તા.૮/ ૧/ ૨૦૨૫ના અને તા.૯/૧/૨૦૨૫ના રૂ. ૧૦-૧૦ લાખના બે ચેક આપ્યા હતા. પરંતુ સદરહુ બન્ને ચેક બેંકમાં રજૂ કરાતા લખનારના 'ફંડસ ઈન્સફીસીયન્ટની નોંધ સાથે પરત ફરેલ. જેથી કરમશીભાઈ પાણે મનીષ ફેફર વિરુદ્ધ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ટંકારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સમક્ષ બે ફરીયાદ દાખલ કરી હતી. જેના કેસ ચાલવા ઉપર આવતા તકરારી ચેકમાં આરોપીની સહી નથી અને આર્થિક ક્ષમતા ન હોવા સહિતના બચાવો લેવામાં આવ્યા હતા, પરંતુ ફરિયાદ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોથી પક્ષે વિરોધાભાસી બચાવો રજૂ કર્યા છે, તેમજ ફરીયાદીની નોટિસનો કોઈ જવાબ આપેલ નથી, વધુમાં આરોપી ધ્વારા ફરિયાદીની તરફેણમાં કરેલ નોટરી રુબરૂની પોમિસરી નોટ પણ ફરીયાદ પક્ષના કેસને સંપુર્ણ સમર્થન કરે છે. ફરિયાદીના વકીલની આ મતલબની દલીલોને ધ્યાને લઈ ટંકારાના ડીડીસીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા આરોપી મનીષ ફેફરને બન્ને કેસમાં દરેકમાં એક-એક વર્ષની કેદ તથા બન્ને ચેકની રકમ કરતાં બમણી રકમ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષિક છે (૬) ટકા લેખે ૬૦ દિવસમાં માસમાં ચુકવી આપવી અન્યથા વધુ ત્રણ (૩) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી તરફે વકીલ સંજય જે.જોષી, ત્રિશાલા જોષી, રૂષી જોષી, યશરાજ પાણ, ચિરાગ સોમૈયા, જીતેન્દ્ર ગઢવી, તથા લીગલ આસિસ્ટન્ટ તરીકે નૈતીક કોબીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application