લાલપુરમાં કોલેરાના પાંચ શંકાસ્પદ કેસ પૈકી વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આથી પોઝીટીવ કેસનો આંક બે પર પહોંચ્યો છે. જો કે,૩ દર્દીના રિપોર્ટ હજુ બાકી છે. પાંચેય દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોલેરાના પોઝીટીવ કેસના પગલે આરોગ્ય વિભાગ દ્રારા કલોરીનેશન સહીતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરમાં કોલેરાના ૨૦ થી વધુ કેસ નોંધાયા બાદ જિલ્લામાં કોલેરાએ માથું ઉચકયું છે. પ્રથમ નાઘેડી અને બાદમાં લાખબાવળમાંં કોલેરાના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. કોલેરાનો રોગચાળો વકરતા લાલપુરમાં સોમવારે કોલેરાના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આથી તમામ દર્દીને સારવાર અર્થે સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતાં. જેમાંથી એક બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છેે જયારે અન્ય ચાર દર્દીના રીપોર્ટ બાકી હતાં. જે પૈકી એક મહીલાનો રિપોર્ટ
ગઇકાલે પોઝીટીવ આવ્યો છે. આથી પોઝીટીવ કેસનો આંકડો બે પર પહોંચ્યો છે.
હજુ ત્રણ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. હાલ તમામ દર્દી સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. કોલેરાના બે પોઝીટીવ કેસ નોંધાતા લાલપુરમાં પાણીના કલોરીનેશન સહીતની આરોગ્યલક્ષી કામગીરી યુઘ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ગામના અસરગ્રસ્ત વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની તજવીજ પણ તંત્ર દ્રારા હાથ ધરવામાં આવી છે. કોલેરાનો રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્રારા જાગૃતિ પત્રીકાનું વિતરણ, કલોરીન ટેબલેટનું વિતરણ સહીતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application