ઘાંઘળી-સિહોર રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, એક ફરાર પોલીસે દારૂ ની ૧૨૫બોટલો, મોબાઈલ તેમજ કાર મળી કુલ રૂ .રકમ ૪, ૮૦, ૭૬૭નો મુદ્દામાલ કબ્જે કર્યો

  • May 05, 2025 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘાંઘળી-સિહોર રોડ પરથી પોલીસે વિદેશી  દારૂની ૧૨૫ બોટલો  કિ.રૂ.૭૫,૭૬૭ અને ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૪,૮૦,૭૬૭ નાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. 
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, મયુરસિંહ ઉર્ફે કપી અનિરૂધ્ધસિંહ રાણા રહે.મોટા ટીમલા ગામ, તા.લીંમડી, જી.સુરેન્દ્રનગર તેની   બલેનો ફોર વ્હીલ નં.ૠઉં-૧૩-ઈઉ-૩૩૨૦ માં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઇ ઘાંઘળી થી શિહોર તરફ આવે છે.જે બાતમી આધારે શિહોર-ઘાંઘળી રોડ, સીતારામ ઇન્ડ્રશીયલ પાર્કની સામે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી મયુરસિંહ ઉર્ફે કપી અનિરૂધ્ધસિંહ રાણા (ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે.મોટા ટીમલા ગામ, તા.લીંમડી, જી.સુરેન્દ્રનગર)ને ઝડપી લઈ પૂછતાછ કરતા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કે.વી. વનરાજસિંહ ગોહિલ (રહે.રંડોળા ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર)નું નામ આપતા કારમા રહેલ  રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હિસ્કી ૭૫૦ ખક ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૩૬ કિ.રૂ.૨૫,૦૫૬, મેકડોવેલ નંબર-૦૧ ઓરિજનલ બ્લેન્ડેડ વ્હિસ્કી ૭૫૦ ખક ફોરસેલ ઇન પંજાબની બોટલો નંગ-૫૬ કિ.રૂ.૩૧,૪૭૨,રોયલ એસ પ્રીમિયમ બ્લેન્ડેડ વ્હિસ્કી ૭૫૦ ખક ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૬,૫૮૮,
ઓલ સન્સ ગોલ્ડ કલેક્શન રિઝર્વ વ્હિસ્કી ૭૫૦ ખક ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૦૯ કિ.રૂ.૬,૬૫૧, રોયલ ગ્રીન રિચ બ્લેન્ડેડ વ્હિસ્કી ૭૫૦ ખક ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૬૦૦૦ અને બલેનો ફોર વ્હીલ ગાડી નંબર ૠઉં-૧૩-ઈઉ-૩૩૨૦ કિ.રૂ.૪,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન  કિ.રૂ.૫૦૦૦ સહીત મળી કુલ કિ.રૂ.-૪,૮૦,૭૬૭નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના અજીતસિંહ મોરી, હીરેનમાઇ સોલંકી, અરવિંદભાઇ મકવાણા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર અને પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application