સગાડીયા કેનાલ સામે કટીંગ વખતે પોલીસ પ્રગટી : દારુ, બિયર અને ઇકો મળી ૭.૨૮ લાખનો મુદામાલ કબ્જે : કારચાલકની શોધખોળ : મોરકંડા-મોરાણા પાટીયે દારુ સાથે ૩ ઝબ્બે
ધ્રોલ તાલુકાના સગાડીયા ગામની સીમમાં દારુના કટીંગ વખતે પોલીસ પ્રગટ થતા ધંધાર્થીઓ ઇકો ગાડી મુકીને ભાગી ગયા હતા, પોલીસ તપાસમાં વિદેશી દારુ-બિયર મળી ૧૩૯૨ બોટલ મળી આવતા કુલ ૭.૨૮ લાખનો મુદામાલ કબ્જે લેવાયો હતો. આ ઉપરાંત મોરકંડા પાટીયા અને મોરાણા પાટીયા પાસે વિદેશી દારુ સાથે ૩ શખ્સને પકડી લેવામાં આવ્યા છે.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ દારુ જુગારની બદીને નાબુદ કરવા અસરકાર કાર્યવાહી કરવા સુચના કરી હતી આથી ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા, સીપીઆઇ ગજજરના માર્ગદર્શન હેઠળ ધ્રોલના પો.સબ.ઇન્સ. પી. જી.પનારા અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતો,
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રભાઇ વઘોરા, વનરાજભાઇ ગઢાદરાને સંયુકત બાતમી મળેલ કે, કેટલાક લોકો સગાડીયા ગામની કેનાલ સામેની સીમમાં કાર મારફતે ઈંગ્લીશ દારૂ લઇ આવી તેનું કટિંગ કરી રહયા છે.
આથી ધ્રોલ થી ૧૫ કિલોમીટર દૂર આવેલ સગાડિયા ગામની સીમમાં કેનાલ સામેનાં કાચા રસ્તા પર સરકારી જગ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો.પરંતુ આરોપીઓને પોલીસ આવતી હોવાની ગંધ આવી જતાં નાસી ગયા હતા.
દરમિયાન પોલીસને એક ઇકો મોટરકાર ત્યાંથી મળી આવતાં તેની તલાસી લીધી હતી. જયાં વિદેશી દારુ ભરેલ પેટીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે ઇંગ્લીશ દારુની ૧૧૦૪ બોટલ તથા બિયરના ૨૮૮ નંગ મળી કુલ ૧૩૯૨ બોટલો જેની કિ. ૪.૭૮.૮૦૦ તથા અઢી લાખની કિંમતની ઇકો ગાડી મળી કુલ ૭.૨૮.૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જો કે આ દરોડા સમયે કોઈ આરોપીઓ ત્યાં હાજર મળી આવ્યા ન હતા, આથી વાહન ના રજીસ્ટ્રેશન નંબર ના આધારે કારનાચાલક તેમજ દારૂ નો જથ્થો લઈ આવનાર વગેરેને શોધવા માટેના પ્રયાસો શરૂ કરાયા છે. પોલીસ દ્વારા ઇકો ગાડી નં. જીજે૩એલઇ-૩૦૩૨ના ચાલક તથા તપાસમાં જે નામ ખુલે તેની સામે પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરી છે.
બીજા દરોડામાં મોટા થાવરીયા ગામમાં રહેતા વિશાલ મુકેશ મકવાણા અને હિતેન પ્રવિણ મકવાણા આ બંનેને મોરકંડાના પાટીયા પાસે દારુના ૫ ચપટા તથા બાઇક નં. જીજે૧૦ડીએલ-૦૫૦૩ અને બે મોબાઇલ મળી કુલ ૫૦૬૨૫ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. વિકી પરમારે દારુનો જથ્થો પુરો પાડયો હતો.
આ ઉપરાંત જોડીયા કાંચના મંદિર પાસે રહેતા વાલા મચ્છા ધ્રાંગીયાને મોરાણા પાટીયા બ્રિજ પાસે વિદેશી દારુની એક બોટલ સાથે જોડીયા પોલીસે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુપર કોમ્પ્યુટરે જણાવ્યું: પૃથ્વી પર એક અબજ સુધી જ જીવનની શક્યતા
May 14, 2025 11:02 AMસાઉદી અરેબિયા ટૂંક સમયમાં અબ્રાહમ કરારપર હસ્તાક્ષર કરશે: ટ્રમ્પ
May 14, 2025 11:00 AMફુગાવો નિયંત્રણમાં,વ્યાજના દર ઘટવાની આશા
May 14, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech