જામનગરમાં વડાપ્રધાનના જન્મદીન નીમીતે 75 કીલોની કેક કાપીને અનાથ આશ્રમ, વૃઘ્ધાશ્રમમાં વિતરણ

  • September 18, 2024 11:40 AM 

વૃઘ્ધાશ્રમ અને અનાથ આશ્રમ ખાતે કેકનું વિતરણ કરાયું: બાંધણીના ઉદય અને મહીલા સશકિતકરણની ઉજવણીમાં જોડાવા અપીલ


દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 75માં જન્મદિવસ નિમિતે ગઇકાલે સાંજે હોટલ સયાજી ખાતે 75 કિલોની કેક કાપવામાં આવી હતી, સ્વાસ કંપની દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, આગામી દિવસોમાં સ્વાસ બાંધણી મેકીંગ, ડીઝાઇનીંગ અને સેલ ફ્રી ટ્રેઇનીંગનું રજીસ્ટ્રેશન પણ થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.


કંપનીના રાજેશભાઇ ગાંધીના જણાવ્‌યા અનુસાર ત્રણ અલગ-અલગ જગ્યાએ ટ્રેનીંગ આપવામાં આવશે અને તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, 5 હજાર સુધીનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. બાંધણીની ફેશન અને સ્ટાઇલીંગ ઇન્સ્ટીટયુટ, બાંધણી બનાવવાની ટ્રેનીંગ અને બાંધણી વેંચાણ ટ્રેનીંગ એમ અલગ-અલગ ભાગ પાડવામાં આવ્યા છે અને આ માટે ફોન નં.91-63528 32998 પર વોટસએપ કરવાથી માહીતી મળી શકશે.


ગઇકાલે અગ્રણીઓ અને વિવિધ મહીલા સંગઠનના હોદેદારોની ઉપસ્થિતિમાં કેક કટીંગ કરાયા બાદ વૃઘ્ધાશ્રમ અને અનાથ આશ્રમ ખાતે કેક વિતરણ કરવામાં આવ્યું હતું, એ પહેલા બપોરે 4 થી 7 દરમ્યાન સેલ્ફી વીથ કેકનો કાર્યક્રમ પણ યોજાયો હતો, આના દ્વારા સમર્થીત અફસર બીટીયા-વીજીલર્નિંગ-કેદાર ફાઉન્ડેશન સહયોગમાં રહેશે, જામનગરમાં બાંધણી ઉદ્યોગને વધુને વધુ પ્રોત્સાહન મળે તેમજ મહીલાઓને અવનવી બાંધણી અંગે માર્ગદર્શન મળે તે માટે આ સહીયારો પ્રયાસ છે, કાર્યક્રમમાં લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ લાલ સહિત બાંધણી વ્યવસાય કરતા વેપારીઓ, સામાજીક કાર્યકરો, મહીલા સંગઠનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application