સમુહ લગ્નોત્સવમાં ૧૯ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે
સમસ્ત મહેશ્ર્વરી મેઘવાર સમાજમાં છેલ્લા ૧૦ વર્ષથી મહેશ્ર્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, આરોગ્યને લગતા કેમ્પ, રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ જ્ઞાતિજનોના સાથ સહકારથી સતત છેલ્લા ર૦ વર્ષથી સમુહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે.
આ વર્ષે સમિતિ દ્વારા ર૧ મો સમુહ લગ્નોત્સવ (ક્ધયા વર્ણઝ) સંવત ર૦ર૦, પોષ વદ-૫, સોમવાર (મકરસંક્રાંતિ) તા. ૧પ/૦૧/ર૦ર૪ ના રોજ વસંત પરિવારની વાડી, હોટલ વિશાલ ઇન્ટરનેશનલ સામે, મેહુલ સિનેમેકસ પાસે, જામનગરમાં યોજેલ છે. જેમાં કુલ ૧૯ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડવાના છે.
સમાજના રીતરિવાજ મુજબ ભાગ લેનાર વર ક્ધયાના લગ્ન છપાવવા (લખાવવા) તથા સમુહ લગ્નનું આયોજન વધારે સુંદર રીતે યોજી શકાય તે માટે તા. ૦પ/૦૧/ર૦ર૪, રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, સાત રસ્તા પાસે, જામનગરમાં એક મિટીંગનું આયોજન કરેલ છે, જેમાં સમાજના તમામ જ્ઞાતિજનો, ધર્મગુરુશ્ીઓ, મારાજશ્રીઓને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.
સમુહ લગ્નોત્સવમાં ૧૯ ક્ધયાઓના કરીયાવર પેટે દાન, ચીજવસ્તુ આપવા તેમજ રોકડ અનુદાન આપવા ઇચ્છતા દાતાઓએ સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ સમુહ લગ્ન અંગેની વિશેષ વિગત તથા માહિતી માટે સુરેશભાઇ કે. માતંગ, મો. ૯૮૨૫૨ ૯૫૯૫૮, જયંત વારસાખિયા (એડવોકેટ) મો. ૯૯૦૯૮ ૩૩૬૬૬, માધવભાઇ ડગરા, મો. ૯૩૨૮૧ ૦૯૯૦૪, દીપુભાઇ પારીયા (કોર્પોરેટર) મો. ૯૭૨૩૬ ૯૦૩૬૪, લાખાભાઇ એમ. ફફલ, મો. ૯૯૨૫૧ ૦૮૮૬૧, વીરજી વી. રોશીયા મો. ૯૭૧૨૫ ૮૦૬૪૪, કિશનભાઇ એચ. નંજાર મો. ૮૧૪૧૩ ૩૩૫૫૫, વિજયભાઇ કે. નંજાર મો. ૯૫૭૪૬ ૧૦૧૨૩, બીપીનભાઇ ડી. ધુલીયા મો. ૯૮૯૮૮ ૯૭૩૪૯, કેશુભાઇ જે. પરમાર મો. ૯૯૦૪૭ ૪૭૯૩૦, રાજેશભાઇ બી. જાદવ મો. ૯૮૨૫૫ ૫૫૩૯૯, તુષારભાઇ આર. માતંગ-ભાટીયા મો. ૯૦૬૭૫ ૯૭૭૭૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.
તેમ મહામંત્રી જયંત વારસાખિયા તથા દીપુભાઇ પારીયાની યાદીમાં જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ લોકોએ આમળા ન ખાવા જોઈએ, થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન
December 26, 2024 04:48 PMજો ગેસ બર્નરમાં થઈ રહી છે આ સમસ્યા, તો બિલકુલ અવગણશો નહીં, થઈ શકે છે મોટી દુર્ઘટના
December 26, 2024 04:42 PMડેટ પર જતા પહેલા આ 3 મહત્વની બાબતોનું ધ્યાન રાખો, પાર્ટનર થઈ જશે ઈમ્પ્રેસ
December 26, 2024 04:28 PMઆ દેશ મુસ્લિમોનો નથી હિંદુઓને તેમનું અસ્તિત્વ ભૂંસી નાખીને જીવવા ન દેવાય: જગદગુરુ રામભદ્રાચાર્ય
December 26, 2024 04:15 PMજો અવકાશયાત્રીઓ સ્પેસમાં બીમાર પડે તો ત્યાં તેમની સારવાર કેવી રીતે થાય છે?
December 26, 2024 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech